આ વિષયમાં પક્ષ પ્રવક્તા અમર પટનાયકે કહ્યું કે, જે પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવશે, ઓડિશાના મુદ્દાનું નિરાકરણ માટે રાજી થશે તેને જ અમે પોતાનું સમર્થન આપશું. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલમાં ઓડિશામાં ભાજપને 12 અને બીજેડીને 8 બેઠક આપી છે.
આપને જણાવી દઈએ કે, બીજેડીએ સંકેત આપ્યો છે કે, જો 23 મેનું પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં NDAની સરકાર બને છે તો અમે સરકારમાં સામેલ થઈ શકીએ તેમ છીએ.અમર પટનાયકે કહ્યું કે, અમે તેમને સમર્થન કરશું , જે કેન્દ્રમાં સરકાર બનાવવાની સ્થિતિમાં હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ખાસ કરીને ફોની તૂફાન આવ્યા બાદ પીએમ મોદીએ પટનાયક પર વધારે હુમલા કર્યા નથી. પરંતુ તેમણે પટનાયકની પ્રસન્નતા પણ કરી હતી. પોતે પટનાયકે પણ મોદી અને કેન્દ્ર સરકારના વલણની પ્રશંસા કરી હતી.