નવી દિલ્હીઃ બાયો ટેકનોલોજીની મોટી કંપની બાયોકોને બુધવારે કહ્યું કે તેની પેટાકંપનીને કોવિડ -19 ના ગંભીર દર્દીઓની સારવાર માટે તબીબી ઉપકરણો બનાવવાની કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસેથી મંજૂરી મળી ગઈ છે.
બાયોકોને એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના સહાયક એકમ બાયોકોન બાયોલોજિકને લોહી શુદ્ધિકરણ ઉપકરણ સાયટોસૉર્બ માટે ડીસીજીઆઈની મંજૂરી મળી છે, જે કોવિડ -19 ના દર્દીઓમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) માં દાખલ દર્દીઓમાં પ્રો-ઈંફ્લેમેટરી સાયટોકીન્સનું સ્તર ઘટાડશે.
કંપનીએ કહ્યું કે તેને કોવિડ -19 દર્દીઓની સારવારમાં સાયટોસોર્બના ઉપયોગ માટેના જાહેર હિતમાં ઇમરજન્સી લાઇસન્સ મળ્યો છે. તેનો ઉપયોગ 18 વર્ષ કે તેથી વધુના દર્દીઓ પર કરવામાં આવશે.
બાયોકોને કહ્યું કે જ્યાં સુધી કોવિડ -19 રોગચાળો નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આ લાઇસન્સ અસરકારક છે.