પટના : બિહાર વિધાનસભા ચૂંટણી 2020ને લઈ પ્રથમ તબક્કા માટે આજથી નામાંકન શરુ થયું છે. જેના માટે પ્રશાસન દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમ તબક્કા માટે 8 ઓક્ટોમ્બર સુધી નામાંકન થશે.
- પ્રથમ તબક્કો : 71 સીટ
- નોટિફિકેશનની તારીખ : 1 ઓક્ટોમ્બર
- નામાંકનની છેલ્લી તારીખ : 8 ઓક્ટોમ્બર
- મતદાન : 28 ઓક્ટોમ્બર
- 3 તબક્કામાં મતદાન થશે
આ વખતે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોમ્બર યોજાશે. જેમાં 71 વિધાનસભા વિસ્તારો હેઠળ 16 જિલ્લા આવશે. આ તબક્કામાં 31 હજાર પોલિંગ બૂથમાં મતદારો મતદાન કરશે.
બીજા તબક્કામાં મતદાન 3 નવેમ્બરના રોજ થશે. 94 વિધાનસભા મત વિસ્તારોના 17 જિલ્લામાં બનાવવામાં આવેલા 42 હજાર પોલિંગ બૂથ પર લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. જેમાં 78 વિધાનસભા મત વિસ્તારો હશે. જેમાં 15 જિલ્લાના અંદાજે 33.5 હજાર પોલિંગ બૂથ હશે.
28 ઓક્ટોમ્બરના પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોમ્બરના રોજ બક્સર, કૈમૂર, ભોજાપુર, રોહતાસ, અરવલ, ઔરંગાબાદ, જહાનાબાદ, ગયા, નાલંદા, શેખપુરા, લખીસરાય, મુંગેર, જુમેઈ અને બાંકાની 71 બેઠકો પર મતદાન યોજાશે.