CM બઘેલે આદિવાસીઓના જલ, જંગલ અને જમીન સાથે ગાઢ સંબંધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં જ્યારે એનઆરસીને લઈ આગ ફેલાઈ રહી છે, ત્યારે છત્તીસગઢમાં તેનો કોઈ જ પ્રભાવ જોવા મળતો નથી. છત્તીસગઢના લોકો શાંત, અહિંસામાં માનવા વાળા છે, અમે સંવિધાનના રસ્તે ચાલનારા લોકો છીએ.
સૌનું ધ્યાન રાખે છે છત્તીસગઢ સરકારઃ
તેમણે આગળ જણાવ્યું હતું કે, અમારી શક્તિ તમને અહીંયા આ પંડાલોમાં જોવા મળશે. જ્યાં સમગ્ર દેશના લોકો હાજર છે. અમારી સરકાર રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં ચાલે છે. છત્તીસગઢની સરકાર સૌનું ધ્યાન રાખે છે, પછી તે આર્થિક મોર્ચે હોય કે, સાંસ્કૃતિક મોર્ચે.