ETV Bharat / bharat

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે શહીદ ગણેશના પાર્થિવ દેહને ખભો આપી શ્રદ્ધાંજલિ અર્પી

ગુરુવારે શહીદ ગણેશ કુંજામના પાર્થિવ દેહને રાજધાની લાવવામાં આવ્યો હતો. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પૂર્વ સીએમ રમણ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યપ્રધાન બેઘલે શહીદને ખભો પણ આપ્યો હતો.

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે શહીદ ગણેશના પાર્થિવ દેહને ખભો આપ્યો

author img

By

Published : Jun 18, 2020, 8:52 PM IST

રાયપુર: લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતે તેના 20 બહાદુર પુત્રો ગુમાવ્યા હતા. તેમાંથી શહીદ થનાર એક જવાન કાંકેરનો રહેવાસી ગણેશ કુંજામ હતો. ગુરુવારે શહીદનો પાર્થિવ દેહ રાજધાની રાયપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેશ બેઘલ અને પૂર્વ સીએમ રમણ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યપ્રધાન બેઘલે શહીદને ખભો પણ આપ્યો હતો. ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુ, કૃષિપ્રધાન રવિન્દ્ર ચૌબે, પ્રધાન શિવા ડહેરિયા, ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય અને કુલદીપ જુનેજાએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • #RajbhavanNews
    राज्यपाल सुश्री अनुसुईया उइके की ओर से राज्यपाल के परिसहाय श्री अनंत श्रीवास्तव ने स्वामी विवेकानंद विमानतल पर शहीद श्री गणेशराम कुंजाम के पार्थिव शरीर पर पुष्पचक्र अर्पित कर श्रद्धांजलि दी। pic.twitter.com/Hu4Onh2b8n

    — Governor Chhattisgarh (@GovernorCG) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારે રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે વતી રાજ્યપાલના પરિસહાય અનંત શ્રીવાસ્તવે સ્વામી વિવેકાનંદ વિમાનતલ ખાતે શહીદ ગણેશરામ કુંજામના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તોપૂર્વ સીએમ રમણ સિંહ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે," ધન્ય છે ઘર.. જ્યાં આવા વીરોનો જન્મ થાય છે."

ગણેશની શહાદતના સમાચાર મળતાની સાથે જ તેના પરિવાર અને ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. તેના પિતાનું કહેવું છે કે, ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી તેનો પુત્ર બારમાં ધોરણમાં પાસ થયા પછી આર્મીમાં જોડાયો હતો.

વર્ષ 2011 માં સૈન્યમાં તેઓ જોડાયા હતા. ગણેશ પર ઘરની સંપૂર્ણ જવાબદારી હતી. તેમની શહાદતના સમાચારથી તેના પરિવારના સભ્યો તૂટી ગયા છે. શહીદના પરિવારે જણાવ્યું કે, ગણેશના લગ્નની પણ વાત ચાલી રહી હતી. તેણે કહ્યું હતું કે, પહેલા મકાનનું બાંધકામ પૂર્ણ કરાવવામાં આવશે તે પછી ઘરમાં પુત્રવધૂને લઈ આવશું. ગણેશને બે બહેનો છે, અને તે તેના ઘરમાં સૌથી મોટો હતો. એક બહેન પરિણીત છે, જ્યારે નાની બહેનના લગ્ન કરાવવાની જવાબદારી ગણેશ પર હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.