મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને પગલે સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે ત્યારે ખાસ કરીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે કામ કરી ચૂકેલા તેના સાથી અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓ અવારનવાર તેને યાદ કરી તેના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુશાંત સાથે ‘સોનચિરીયા’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની મિત્ર પણ હતી. તેણે તાજેતરમાં તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે સુશાંતની યાદમાં 550 ગરીબ પરિવારોને જમાડશે અને સુશાંતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. તેણે તેના ચાહકોને પણ સુશાંતની યાદમાં સારા કાર્યો કરવાની અપીલ કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ભૂમિએ સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ જે જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે તેનું પોસ્ટર પણ તેના સોશીયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મને મુકેશ છાબડાએ નિર્દેશિત કરી છે જ્યારે સુશાંત સાથે સંજના સાંઘીએ કામ કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 27 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. જો કે તેના ચાહકો સતત સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.