ભદોહી: રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળાનો શિકાર બનેલા સંત કલ્પવૃક્ષ ગિરી યુપીના ભદોહી જિલ્લાના રહેવાસી હતા. 10 વર્ષની ઉંમરે તે ઘરેથી નીકળી ગયા હતા. કલ્પવૃક્ષ ગિરીનાભાઈ લાલચંદ્ર તિવારીએ આ ઘટનાને ખૂબ શરમજનક ગણાવી છે. ઘટના અંગે મહારાષ્ટ્ર પોલીસે 101 લોકોની ધરપકડ કરી છે.
જ્યારે પરિવારને કલ્પવૃક્ષ ગિરીના મોતની માહિતી મળી ત્યારે આખું કુટુંબ ચોંકી ઉઠ્યું હતું. તેને એ પણ દુઃખ છે કે, લોકડાઉનને કારણે તેનો મોટો ભાઈ અને પરિવાર મહારાષ્ટ્ર જઈ શક્યા નહીં. તેનો એક ભાઈ પાલઘરમાં રહેતો દિનેશચંદ્ર ત્યાં હાજર છે. કલ્પવૃક્ષ ગિરીના પિતાનું નામ ચિંતામણી તિવારી હતું, જેને છ પુત્રો હતા. તેમાંથી ચોથો પુત્ર સંત કલ્પવૃક્ષ હતો.
તેમના મોટા ભાઇ લાલચંદ્ર તિવારીએ જણાવ્યું હતું કે, જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે અમે કુંભ મેળો જોવા ગયા હતા, જ્યાં તે અમારાથી અલગ થઈ ગયો હતો. આ પછી, અમે તેમને ઘણું શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ મળી શક્યા નહતા. ઘણા વર્ષો પછી, અમને મુંબઇમાં રહેતા એક વ્યક્તિ પાસેથી કલ્પવૃક્ષ વિશે ખબર પડી. ત્યારબાદ અમે તેને મળ્યા પણ ત્યાં સુધીમાં તે સંત બની ગયા હતા.
લાલચંદ્ર તિવારીએ કહ્યું કે, અમે તેમને પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે આવવાની ના પાડી હતી. મોબ લિંચિંગની ઘટના અંગે બોલતા રામચંદ્રએ કહ્યું હતું કે, મોબ લિંચિંગએ શરમજનક ઘટના છે. ખબર નહીં સરકાર શું કાર્યવાહી કરે છે. જો કે, આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે 101 લોકોની ધરપકડ કરી છે. હવે આગળ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.