બેંગલુરુ: નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એક રેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કરનારી યુવતીને બેંગલુરુ કોર્ટે જામીન આપ્યા છે.
ગત 20 ફેબ્રુઆરીએ CAA-NRCના વિરોધમાં એક રેલીમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવનારી અમૂલ્યા લિયોનાને બેંગલુરુ કોર્ટે ગુરુવારે જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, વિવાદમાં સંપડાયેલી વિદ્યાર્થી કાર્યકર અમૂલ્યા લિયોનાને બુધવારે સત્ર ન્યાયાધીશ વિદ્યાધર શિરહટ્ટીએ જામીન નામંજૂર કરતાં કહ્યું હતું કે, અરજદારને જામીન આપવામાં આવે તો તે ભાગી જાય છે.
હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઈ ફેડરેશન દ્વારા આયોજીત CAA વિરોધી રેલીમાં "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવવા બદલ 19 વર્ષીય કાર્યકરની 20 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ હાજર હતા.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પુરાવા તરીકે અમૂલ્યાને રજૂ કરતાં ફરિયાદીએ અદાલતને જણાવ્યું હતું, આરોપી ઉશ્કેરણીજનક ભાષણો કરે છે. જેનાથી સમાજમાં વિખવાદ થાય છે અને શાંતિ ભંગ થાય છે.
આ ઘટનાને કારણે ઓવૈસી અને રેલીના આયોજકોને પણ અપમાનનો સામનો કરવો પડ્યો હતો.