અયોધ્યા: 9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી, વહીવટી તંત્રએ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રામ જન્મભૂમિ પરિસર અને અધિગ્રહિત પરિસર સહિત સમગ્ર 70 એકરની માલિકી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી હતી. ત્યારબાદથી, રામલલાના ગર્ભગૃહની 2.77 એકર જમીન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે હતી.
મંદિર નિર્માણની શરૂઆત પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને રામલલાના જન્મ સ્થળની જમીન આપી દીધી છે. હવે રામલલા તેમન ગર્ભગૃહના 2.77 પરિસરના કાયદેસર રીતે હકદાર થઈ ગયા છે.