નવી દિલ્હી : કેજરીવાલે કહ્યું કે તે રાહતની વાત છે કે, દરરોજ જેટલા લોકો સંક્રમિત થઇ રહ્યા છે,તેટલા લોકો સ્વસ્થ્ય પણ થઇ રહ્યા છે. અને જો આવું જ રહશે તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. જો પરિસ્થિતિ વધુ ખરાબ થાય તો અમને સામાન્ય પલગ કરતા વધુ આઈસીયુ બેડની જરૂરની પડશે આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર તૈયાર કરી રહી છે.
કેજરીવાલે કહ્યું કે, થોડા દિવસો પહેલા સુધી એક દિવસમાં 5થી 6 હજાર જેટલા સંક્રમિત દર્દીઓના ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાંથી 2 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ મળયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી, દરરોજ 18 થી 20,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે ટેસ્ટ આટલા મોટા પાયે થાય છે ત્યારે કોરોનાના કેસોમાં પણ વધારો થશે. હવે દરરોજ ત્રણથી સાડા ત્રણ હજાર કેસ સામે આવી રહ્યા છે. જો આપણે વધુ ટેસેટ કરીશું, તો કેસ થોડા વધુ કેસ સામે આવશે. સારી વાત એ છે કે, કુલ 74000 કેસોમાંથી 45000 લોકો સાજા થયા છે અને ભવિષ્યમાં વધુ લોકો સાજા થઈ જશે. અત્યાર સુધીમાં લગભગ 2400 લોકોના મોત નીપજ્યાં છે.
કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં દિલ્હી સરકારને આઈસીયુ પલગની જરૂર પડશે. તેમણે વધુમાં કહ્યું કે કેબિનેટે નિર્ણય કર્યો છે કે બુરાડીની નવી બનેલી હોસ્પિટલમાં 450 પથારી વધારવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય એલ.એન.જે.પી. હોસ્પિટલની સામે આવેલા બેન્ક્વેટ હોલમાં પણ 100 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં, જેમાં હોસ્પિટલની આજુબાજુ બેંક્વેટ હોલ હોય છે, ત્યાં પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂન મહિનામાં પથારીની તંગી હતી, હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
અરવિંદ કેજરીવાલે કોરોના દર્દીઓને પ્લાઝ્મા થેરાપી દ્વારા આપવામાં આવતી સારવાર અંગે જણાવ્યું હતું કે, પોઝિટિવ પરિણામો બહાર આવી રહ્યા છે. ઘણી ખાનગી હોસ્પિટલો પ્લાઝ્મા થેરેપી કરી રહી છે. પ્લાઝ્માના પરિણામો દર્શાવે છે કે જો કોઈ ખૂબ ગંભીર દર્દી હોય તો આવા દર્દીઓને પ્લાઝ્મા થેરેપી આપીને બચાવી શકાય છે. આશા રાખીએ છીએ કે, પ્લાઝ્માંથી મૃત્યુ આંકમાં ઘટાડો થશે. હોમ આઇસોલેશનમાં રહેતા લોકોને પલ્સ ઓક્સિમીટર આપવામાં આવ્યા છે. આ અંગે જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય ઓક્સિજનનું સ્તર 95, 85 અથવા તો 90 હોય છે અને જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો અચાનક મૃત્યુ પણ થઈ શકે છે. તેથી, સરકારે પલ્સ મીટર આપવાનું નક્કી કર્યું છે અને આ મશીન હોમ આઇસોલેશનમાં રહેતા દરેક દર્દીને પહોંચાડવામાં આવશે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈકાલે પ્રથમ વખત એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દર્દીઓ સાથે વાત કરી હતી. તેમણે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ સાથે ફોન પર વાત કરી હતી.