મથુરા: વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર ફરી એક વખત શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામવાથી જિલ્લા પ્રશાસન અને મંદિર પ્રશાસને મંદિરને અનિશ્ચિત સમય માટે બંધ કર્યું છે. જેને લઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. કોરોના કાળમાં 7 મહિના બાદ મંદિર ખુલ્યું હતુ, પરંતુ મંદિર ફરી બંધ કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીના કારણે 22 માર્ચથી વૃંદાવનનું સુપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર શ્રદ્ધાળુંઓ માટે બંધ કરવામાં આવ્યું હતુ. 17 ઓક્ટોબરે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસનની સહમતિથી પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વયવસ્થા શરુ કરવામાં આવી હતી, પરંતુ મંદિરમાં વધતી ભીડને કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસને બાંકે બિહારી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે અનિશ્ચિત સમય માટે બંધ કર્યા છે. મંદિર સંચાલન ઉમેશ સારસ્વતે જણાવ્યું કે, 17 ઓક્ટોબરના ઓનલાઈન રજિસ્ટ્રેશનના માધ્યમથી બાંકે બિહારી મંદિર શ્રદ્ધાળુંઓ માટે ખોલવામાં આવ્યું હતુ.
17 ઓક્ટોબરથી શ્રદ્ધાળુઓની સતત ભીડ જોવા મળતા જિલ્લા પ્રશાસન અને મંદિર પ્રશાસને યોગ્ય વયવસ્થા ન પૂરી કરી શકતા મંદિર ફરી એક વખત બંધ કર્યું છે. મંદિરની અંદર તમામ સેવા નિયમિત રીતે કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં દર્શન કરી શકશે નહી.