નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારત દ્વારા કરવામાં આવેલી બાલાકોટ એર સ્ટ્રાઈક એ વાતનો સ્પષ્ટ સંદેશ હતો કે, સરહદ પારની માળખાગત સુવિધાઓનો ઉપયોગ આતંકવાદીઓ તેમના સુરક્ષિત સ્થાન તરીકે નહીં કરી શકે.
'સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ'માં રાજનાથ સિંહે કહ્યું કે, આપણને જે કામ મળ્યું છે, તેના માટે તૈયાર રહેવું હોય તો, એ જરૂરી છે કે, આપણે જમીન, આકાશ,અને સમુદ્રમાં દરેક વખતે વિશ્વનીય પ્રતિકાર ક્ષમતા જાળવી રાખવી પડશે.
વધુમાં રક્ષા પ્રધાને કહ્યું કે, ભારત દ્વારા કરવામાં આવેલી બાલાકોટ એર સ્ટ્રાઈક એ વાતનો સ્પષ્ટ સંદેશ હતો કે, સરહદ પારની માળખાગત સુવિધાઓને ઉપયોગ આતંકવાદીઓ તેમના સુરક્ષિત સ્થાન તરીકે નહીં કરી શકે. તેમણે કહ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક દ્વારા અમે દેશની સરહદોને જાળવવાનો સંકલ્પ અને દેશની ક્ષમતાને ઉજાગર કરી છે.