દર વર્ષે શિયાળા દરિમાયન બદ્નીનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે. પ્રત્યેક વર્ષ વસંત પંચમીના દિવસે રાજપુરોહિતો દ્વારા કપાટ ખોલવાના મુહૂર્ત કાઢવામાં આવે છે. તે બાદ નિશ્ચિત તિથિ પર બદ્નીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે.
બદ્નીનાથ ધામ નર તથા નારાયણ નામના બે પર્વત શ્રૃખંલાઓ વચ્ચે આવેલો છે. મંદિરમાં ભગવાન વિષ્ણુના રૂપમાં બદ્નીનારાયણની પૂજા થાય છે.