ETV Bharat / bharat

તંદૂરસ્ત સ્તનદૂધ માટે આયુર્વેદિક ઔષધિઓ

author img

By

Published : Aug 3, 2020, 4:21 PM IST

સ્તનપાન લેક્ટેશનને લગતા ઘણા પડકારો લાવી શકે છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કા દરમિયાન અને ડિલિવરી પછી.

Breast Milk
Breast Milk

હૈદરાબાદ: ડૉ શ્રીકાંથબાબુ પેરુગુ,( બીએએમએસ, એમડી આયુર્વેદ, બીઆરકેઆર પ્રિલસિપાલ, ડો. BRKR ગર્વમેન્ટ આયુર્વેદિક કોલેજ, હૈદરાબાદ) કહે છે કે ઘણી વખત માતાનું દૂધ બાળક માટે સારુ નથી. આ એવી સ્થિતિમાં થઈ શકે છે જ્યાં માતાને તાવ આવેલો હોય અથવા ચેપ લાગ્યો હોય, જેના કારણે દૂધમાં પણ તેની અસર હોય છે.

માતાના દૂધની વિકૃતિ માટે આહારની આદતો, માતાનું સ્વાસ્થ્ય, ઝેરી ખોરાક, વગેરે જેવા અન્ય કેટલાક કારણો હોઈ શકે છે.

કેવી રીતે પરીક્ષણ કરવું?

  • સ્તન દૂધ તેના કુદરતી સ્વાદ અને સુસંગતતા સાથે નીચેની રીતે ચકાસી શકાય છે:
  • એક કપ પાણીમાં થોડું સ્તન દૂધ લો.
  • જો તે સંપૂર્ણપણે મિક્સ થઇ જાય છે, તો તે બાળક માટે યોગ્ય છે.
  • જો તે મિક્સ ન થાય તો અને કપના તળિયે સ્થાયી થાય , તો પછી તેને બાળકને આપવું જોઈએ નહીં.
  • જો દૂધ ભારે હોય, દુર્ગંધયુક્ત ગંધ આવે અથવા તેમાં સ્ટીકી સામગ્રી હોય, તો તે બાળકને પીવડાવવા યોગ્ય નથી.

ઉપયોગી આયુર્વેદિક ઔષધિઓ

આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ છે જે માતાના દૂધને સુધારવામાં અને વધારવામાં મદદ કરે છે. આ તમામ ઔષધિઓ સ્તન દૂધમાંથી વિવિધ દોષો (ખરાબ પરિબળો) દૂર કરવામાં મદદગાર છે.

શતાવરી

તે સ્તન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

પાથા

પાથા સ્તન અને સ્તન દૂધ સાથે સંબંધિત વિવિધ ખામીઓમાં મદદ કરે છે. તે દૂધને શુદ્ધ કરે છે અને ખરાબ પરિબળોને દૂર કરે છે.

આદુ

તે પાચન, શોષણ અને બાળકમાં માતાના દૂધનું એબઝર્બન્સ સુધારે છે. તે સ્તન દૂધનું ભારેપણું ઘટાડે છે અને ચેનલોમાંના બ્લોક્સને દૂર કરે છે, આમ સ્તન દૂધના સપ્લાયમાં વધારો કરે છે.

સુરાદરુ

તે માતાના દૂધમાંથી ખરાબ પરિબળોને દૂર કરવામાં મદદ કરે છે અને તેને હળવું બનાવવામાં મદદ કરે છે.

મસ્તા

તે પીત્ત દોશા દુર કરીને માતાના દૂધની શુદ્ધિકરણમાં ખૂબ મદદગાર છે.

મુર્વા

તે ચેનલોમાંના બધા માઇક્રો બ્લોક્સને સાફ કરીને દૂધના મુક્ત પ્રવાહને વધારે છે અને તેની ગુણવત્તામાં વધારો કરે છે.

ગુડુચી

ગુડુચી અથવા ગિલોય પ્રતિરક્ષા વધારવાના ગુણધર્મો પૂરા પાડે છે, જે બાળકને અમુક રોગો સામે લડવામાં મદદ કરે છે.

કુતાજા

આ ઔષધિ સ્તનના દૂધમાંથી પ્રોટોઝોઅલ ચેપને દૂર કરે છે અને બાળક માટે તેને વધુ સ્વાદિષ્ટ અને ડાયજેસ્ટ કરવાનું સરળ બનાવે છે.

કિરાટાટિક્તા

તેનો ઉપયોગ સામાન્ય તાવ, ચેપગ્રસ્ત તાવ અથવા માતા અને બાળક બંનેમાં મલેરિયા તાવને નિયંત્રિત કરવા માટે થાય છે.

કટુકા રોહિણી

તે ખાસ કરીને હીપેટાઇટિસ માટે શ્રેષ્ઠ એન્ટિવાયરલ દવા છે. તે સ્તનમાં બનેલા દૂધના ગઠ્ઠાના કિસ્સામાં પણ મદદરૂપ છે અને સ્તન દૂધના પ્રવાહમાં સુધારો કરે છે.

સરિવા

સરિવા માતાના દૂધને સારો સ્વાદ અને ફ્લેવર આપવા માટે મદદ કરે છે અને બાળકને તેનું પાચન સરળ બનાવે છે.

જીવન્તી

વિવિધ પાંદડાવાળા શાકભાજી. તેના સેવનથી માતાના દૂધની માત્રામાં સુધારો થાય છે

તેથી, આ બધી જડીબુટ્ટીઓ સ્તનપાન સુધારવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે. જો કે, આ ઔષધિઓનું સેવન કરતા પહેલા તેની ચોક્કસ અસરો અને યોગ્ય ડોઝને સમજવા માટે કોઈ ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.

આ ઔષધિઓમાં કેટલાક વિરોધાભાસી પણ હોઈ શકે છે અને તેથી, તેના વપરાશ પહેલાં તબીબી સહાયની ખૂબ ભલામણ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.