અયોધ્યાના સાંસદ લલ્લૂસિંહનાં જણાવ્યા મુજબ, સર્વોચ્ચ આદાલતના આદેશાનુસાર રામ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરાશે..
લલ્લૂસિંહે કહ્યું કે, 2014માં મોદીજીની સરકાર બન્યા પછી અયોધ્યામાં રેલવે, એરપોર્ટ જેવી અન્ય સુવિધા માટે કામ ચાલુ થઈ ગયું છે. બાકીની સુવિધા માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
ટ્રસ્ટમાં સામેલ થવા અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું કે, એ મારો વિષય નથી, આમારૂ કામ જનતાની સેવા કરવાનું છે. રામ મંદિરના નિર્માણમાં એક સેવકના રૂપે કાર્ય કરવાનું છે. રામ મંદિરનું મોડેલ તથા ટ્રસ્ટ બનાવવાનું કામ કેન્દ્ર સરકારનું છે, જે તેઓ કરશે. ઘણા લોકો રામ મંદિર બનાવવામાં ઉતાવળ કરે છે. પરંતું ટ્રસ્ટ બનાવીને જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ઓવૈસીના નિવેદન અંગે તેમણે જણાવ્યું કે, ઓવૈસી શું બોલે છે એનું કોઈ મહત્વ નથી . ભારત લોકશાહી દેશ છે, તેમને બોલવાનો પુરેપુરો હક છે. અમારે તે બાબતે ટીકા-ટીપ્પણી કરવી નથી. જેને આ વાત પર રાજનીતિ કરવી છે એ તો કરવાના જ છે.