દશેરાની અઠવાડિયાની રજા બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી પુર્ણ થવાના આરે છે. કોર્ટની બંધારણીય બેચ આ કેસની સુનાવણી 38માં પુરી કરશે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેચ અયોધ્યા મુદ્દાનું સમાધાન કરવામાં નિષ્ફળ થઈ હતી. જેથી કેસની ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કરાઈ હતી. જેમાં દેશની વડી અદાલત 14 અપીલ અરજીઓ પર સુનાવણી કરશે. કોર્ટે આ કેસમાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે સમય મર્યાદાની સમીક્ષા કરી હતી, જેમાં 17 ઓક્ટોબર નિર્ણય લેવાનું નક્કી થયુ હતું. બેચના સભ્યોમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નજીર સામેલ છે. તેમજ આ બેચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ છે.
કોર્ટે અંતિમ તબક્કાની દલીલોની અનુસુચિ નક્કી કરતી વખતે કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષો 14 ઓક્ટોબર સુધીમાં તેમની દલીલો રજૂ કરી શકશે. ત્યાર બાદ હિન્દુ પક્ષો 16 ઓક્ટોબર સુધીમાં તેમના ઉત્તર આપશે. ચુકાદો 17 નવેમ્બર સુધીમાં આવે તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે 17 નવેમ્બરે જ મુખ્ય ન્યાયાધીશ ગોગોઇ નિવૃત્ત થઈ રહ્યા છે.