તિરુવનંતપુરમ: કેરળના કેટલાક કલાકારો અને સામાજિક કાર્યકરો કોરોના વિશે જાગૃતિ ફેલાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે. આ વખતે તેલંગણાના મહબૂબાબાદ જિલ્લાની ઉદયશ્રીએ લોકોને સંગીત દ્વારા કોરોના વાઇરસથી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ઉદયશ્રી કુચિપુડી નૃત્ય શીખી રહી છે.
કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં સંકટ છે, ત્યારે વિશ્વના કેટલાક એવા દેશો છે, જે આ રોગચાળાથી દૂર છે. કોરોના ભારતમાં સંકટ બન્યો છે. દેશમાં આ રોગથી અત્યાર સુધીમાં 650થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 20 હજાર લોકો અસરગ્રસ્ત થયાં છે. આવી સ્થિતિમાં સરકાર તરફથી કોરોનાથી જાગૃતિ ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં કેરળના કેટલાક કલાકારો અને સામાજિક કાર્યકરો પણ કોરોના વિશે જાગૃતિ લાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે.
આ અંગે તેલંગણાના મહબૂબાબાદ જિલ્લા ઉદયશ્રી પણ પોતાના ડાન્સથી જાગૃતિ ફેલાવી રહી છે. જે લોકોને કોરોના વાયરસથી જાગૃત કરવા માટે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ઉદયશ્રી કુચીપુડી નૃત્ય શીખી રહી છે અને તે એક સંગીત દ્વારા સંગીતકાર સાથે મળી લોકો મદદ કરી રહી છે.