કાર્યક્રમમાં 5 રાજ્ય, 3 કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 દેશના કાલાકરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 2500 કલાકરો આ મહોત્સવમાં હાજર રહ્યાં હતા. આ તમામ કલાકારોને વિવિધ કેટેગરી પ્રમાણે પુસ્કાર આપવામાં આવ્યા હતા. પહેલા ક્રમના વિજેતાને 5 લાખ, દ્વિતિય ક્રમના વિજેતા 3 લાખ, તૃતીય ક્રમે વિજેતા રહેનારને 2 લાખ અને આશ્વાસન પુરસ્કારમાં 25 હજાર રૂપિયા આપવામાં આવ્યાં હતાં.
પ્રથમ વર્ગ - લગ્ન અને અન્ય ધાર્મિક પરંપરા
- પ્રથમ- છત્તીસગઢ ગૌર મડિયા ડાન્સ
- દ્વિતીય - ઝારખંડ દમકર નૃત્ય
- તૃતીય - સંયુક્ત એવોર્ડ લદાખ અને સિક્કિમ
- આશ્વાસન - હિમાચલ પ્રદેશ
બીજો વર્ગ - પરંપરાગત
- પ્રથમ- ઓડિશા શિંગરી ડાન્સ
- દ્વિતીય- મહારાષ્ટ્ર
- તૃતીય - સંયુક્ત ઝારખંડનો ઝા અને આંધ્રપ્રદેશ
- આશ્વાસન - મધ્યપ્રદેશ ભગોરિયા ડાન્સ
ત્રીજો વર્ગ - કૃષિ અને લણણી
- પ્રથમ - બિહાર, કરવા નૃત્ય
- દ્વિતીય - ઉત્તરપ્રદેશ
- તૃતીય- ત્રિપુરા અને તમિલનાડુ
- આશ્વાસન - તેલંગણા, તલ્લડી નૃત્ય
ચોથો વર્ગ - અન્ય પરંપરાગત નૃત્ય
- પ્રથમ - ઉત્તરાખંડ
- દ્વિતીય- ગુજરાત અને હિમાચલ પ્રદેશ
- તૃતીય - ગુજરાત
- આશ્વાસન - અરુણાચલ પ્રદેશ