ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology
astrology
author img

By

Published : Sep 28, 2020, 7:15 AM IST

મેષઃ ઉઘરાણી માટે પ્રવાસ અને આવક વગેરે માટે આજનો દિવસ સારો છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. મિત્રો આપ્તજનો અને સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્‍માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્‍યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીનું આરોગ્‍ય ચિંતા કરાવે.

વૃષભઃ વર્તમાન સમયમાં આપ આપના વેપાર ધંધાના વિકાસ પ્રત્‍યે વધુ ધ્‍યાન આપશો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ પર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્‍યાહન બાદ નોકરી વ્‍યવસાયમાં અનુકૂળ વાતાવરણ સર્જાય. વેપાર ધંધાના કામ કે ઉઘરાણી અર્થે બહારગામ જવાનું થાય. પદોન્‍નતિ થાય. ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહે. પિતા કે વડીલોથી લાભ થાય.

મિથુનઃ આજે ખાવાપીવામાં ખાસ ધ્‍યાન રાખવાની આપને સલાહ આપવામાં આવે છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે. અનૈતિક કાર્યો કે કાયદા વિરુદ્ધના કૃત્યો આપને આફતમાં મૂકી શકે છે માટે તેનાથી બચવું. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્‍યાહન બાદ આપની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્‍વસ્‍થતા ઓછી થશે. લેખન- સાહિત્‍યની પ્રવૃત્તિઓ આપને વિશેષ રસ પડશે. ધંધાના વિકાસ સાથે નવી યોજનાઓ અમલમાં મૂકશો. ઉપરી અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.

કર્કઃ આજે આપ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આપ વધુ પડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સંગાથ સોનામાં સુગંધ ભેળવશે. બપોર પછી આપની તંદુરસ્‍તીની કાળજી લેવી પડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી. ક્રોધને કાબૂમાં રાખવો. વાણીમાં ઉગ્રતા ટાળવી. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.

સિંહઃ વેપાર ધંધાનું વિસ્‍તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્‍ત્રો મળે અને વિજાતીય વ્‍યક્તિઓનું આકર્ષણ રહેશે. મુસાફરીની સંભાવના ઉભી થાય.

કન્યાઃ પ્રેમ, શ્રૃંગાર, રોમાન્સ, વસ્‍ત્રાભૂષણોની ખરીદી આપના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રિયજનના સંગાથથી રોમાંચિત બનશો. કલા પ્રત્‍યે આપને વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે. હરીફો પર વિજય મળશે.

તુલાઃ આપનો આજનો દિવસ એકંદરે મધ્‍યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્‍તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. જળાશયો અને પાણીજન્ય બીમારીઓથી પણ બચવાની સલાહ છે. પરિવારમાં ક્લેશમય વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખજો. બપોર પછી આપ થોડીક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરીને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશો. પ્રિયતમા સાથે પ્રેમ અને રોમાન્સની લાગણીઓની અભિવ્‍યક્તિ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ બનશે.

વૃશ્ચિકઃ વર્તમાન સમય નોકરિયાતો માટે અનુકૂળ છે. ગૃહસ્‍થજીવનના અટવાયેલા પ્રશ્નોમાંથી આપને માર્ગ મળશે. સંપત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્‍યવહાર સુમેળભર્યો રહે. મધ્‍યાહન બાદ આપના કાર્યોમાં પ્રતિકૂળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અપયશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. ધનહાનિના યોગ છે.

ધનઃ આજે આપ વાણી અને વ્‍યવહાર સંયમિત રાખશો તો આપ્‍તજનો સાથે મનદુ:ખ નહીં થાય. આધ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા રાખવી પડશે. મધ્‍યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. હરીફોની ચાલ નાકામિયાબ નીવડશે.

મકરઃ આપને નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપ વધારે રસ લેશો. ઓફિસમાં આપનું વર્ચસ્‍વ વધશે. બપોર બાદ આપના મન પર નકારાત્‍મક વિચારો છવાઇ શકે છે માટે અતિ વિચારવાનું ટાળવાની સલાહ છે. આપને કોઈપણ બાબતે નિર્ણયો લેવામાં થોડી તકલીફ પડી શકે છે. રોજિંદા કાર્યો પાછળ ધનખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટામાં સાચવીને મૂડી રોકાણ કરવું.

કુંભઃ આજના દિવસે આપનામાં ધાર્મિક ભાવના વધારે રહેશે. આપ ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરશો. કોર્ટ કચેરીના કાર્યો સફળ થશે. પુણ્‍યકાર્ય પાછળ નાણાં ખર્ચ થાય. આધ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધના આપના મનની શાંતિ જાળવી રાખશે. મધ્‍યાહન બાદ આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા જળવાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

મીનઃ શેરસટ્ટાની પ્રવૃત્તિમાં આપને આર્થિક લાભ થશે. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓની ઇચ્‍છાપૂર્તિ થાય. નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે લાભ થાય. ગૃહસ્‍થજીવનનો આનંદ માણી શકશો. પરિવારમાં સુખશાંતિ છવાયેલી રહેશે. મિત્રવર્તુળથી લાભ થાય. મધ્‍યાહન બાદ આપને કોઇ કારણસર માનસિક ચિંતા રહે. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધે. પરિવારની શાંતિ જળવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.