મેષ: આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. આજે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આજે આપના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આપનું મન થોડુંક દ્વિધાયુક્ત પણ રહે. આજે નોકરી કે વ્યવસાયમાં આપને સ્પર્ધાનો સામનો કરવો પડે માટે ખંત, નિષ્ઠા અને સમર્પણ છોડતા નહીં. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. સ્ત્રીઓને આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આજે આપ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્મક વલણને કારણે ગુમાવી બેસો અથવા તેનો લાભ ન લઇ શકો. વિચારોના વમળમાં ખોવાયેલા રહેશો જેથી નક્કર નિર્ણય ન લઇ શકો. આ સ્થિતિ તમે નજીવા પ્રયાસોથી ટાળી શકો છો. તેના માટે તમારે આજે શાંતિ અને ધીરજ રાખવી પડશે. આજે નવા કાર્યની શરૂઆત કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું. વાદવિવાદ કે ચર્ચા દરમ્યાન આપનું વલણ જક્કી રહેવાથી કોઈની સાથે ઘર્ષણ થવાની સંભાવના હોવાથી હઠાગ્રહ છોડવાની સલાહ છે. આજે આપ વાકપટુતાથી કોઇને પણ મનાવી શકશો. ભાઇ- ભાંડુઓમાં પ્રેમ અને હુંફની લાગણી જળવાઇ રહેશે.
મિથુન: આપના આજના દિવસની શરૂઆત પ્રફુલ્લિત અને સ્વસ્થ ચિત્ત સાથે થાય. આજે મિત્રો કે પરિવારના સભ્યો સાથે ઉત્તમ ભોજન માણવાનો આપને અવસર મળે. સુંદર વસ્ત્રપરિધાન કરશો. આર્થિક દૃષ્ટિથી આપના માટે આજનો દિવસ લાભકારક પુરવાર થશે. વધુ પડતા ધનખર્ચ પર કાબૂ રાખશો. આજે મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હાંકી કાઢવાની સલાહ છે. આજે પ્રિયપાત્ર કે મિત્રો તરફથી ઉપહાર મળવાથી આનંદ થાય.
કર્ક: આજે આપના મનમાં માનસિક અજંપો રહે જેના કારણે કોઇ એક નિશ્ચય પર આપ ન આવી શકો અને દ્વિધાયુક્ત માનસના કારણે હેરાનગતિ થાય. આ સ્થિતિમાં વધુ વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. સગાંસંબંધીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી મનદુઃખ કે અણબનાવ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. આવક કરતાં જાવક વધે. ઝગડો, મારામારીથી દૂર રહેવું. કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવી. અકસ્માતથી સંભાળવું. અવિચારી વર્તનથી દૂર રહેવું. આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. ધનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું.
સિંહ: એકંદરે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણ આપને કેટલીક સારી તકો ઝડપી લેવામાં અવરોધી શકે છે માટે આવી સ્થિતિમાં શક્ય હોય તો બીજાનું માર્ગદર્શન લઈને આગળ વધવું.. આપનું મન વિચાર વમળમાં ખોવાયેલું રહેતું હોય તો કામકાજ છોડીને થોડો સમય વિરામ કરવો અથવા મનપસંદ પ્રવૃત્તિમાં મન પરોવવાની સલાહ છે. નવા કાર્યોનો આરંભ કરવામાં સાવચેતી રાખવી. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ-પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.
કન્યા: આપનો આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની પદોન્નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉપરી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. તંદુરસ્તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે.
તુલા: આજે આપ બૌદ્ધિક કાર્યોમાં તેમજ લેખનકાર્યમાં સક્રિય રહેશો. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉભો થાય. વ્યવસાયમાં લાભની તકો મળે. વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનોના સમાચાર મળે. વ્યવસાય કે નોકરીના સ્થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. તબિયત સાચવવી. સંતાનોના પ્રશ્ન અંગે મૂંઝવણ રહે. વિરોઘીઓ કે હરીફો સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે.
વૃશ્ચિક: સાવધાની અને સાવચેતીભર્યો આ દિવસ શાંતિ અને સ્વસ્થતાથી પસાર કરવાની આપને સલાહ આપવામાં આવે છે. નવીન કાર્યની શરૂઆત કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળજો. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નવા સંબંધો બાંધતા પહેલાં વિચારવું. વધુ પડતો નાણાંખર્ચ થવાથી આર્થિક ભીડ રહે. ઇશ્વરની આરાધના અને નામસ્મરણથી ફાયદો થશે.
ધન: આપનો આજનો દિવસ સુખમય અને આનંદમાં પસાર થશે. આજે આપ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્ત્રપરિધાન આપના આજના દિવસની વિશેષતા હશે. વિજાતીય વ્યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં ઝડપી પરિવર્તન આવે. લેખનકાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળે. જાહેર સન્માન અને ખ્યાતિ મળે. ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.
મકર: વર્તમાન દિવસે આપના વ્યાપાર કે ધંધાનું વિસ્તરણ થાય. આ અંગે આપ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય પળોજણો અવરોધવાનો પ્રયાસ કરશે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો પર વિજય મળે. આરોગ્ય સારું રહે.
કુંભ: આજે નવા કાર્યની શરૂઆત ન કરવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે માટે કદાચ નિર્ણયશક્તિ ઘટતી હોય તેવું પણ લાગી શકે છે. સ્ત્રીઓએ વાણી પર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્યાં સુધી નિવારવા. સંતાનોનો સંબંધિત બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. લેખનકાર્ય કે સર્જનાત્મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું.
મીન: આપનો આજનો દિવસ કેટલીક તમને નાપસંદ હોય તેવી બાબતો કારણે ઉત્સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવો. માતાનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આગોતરી કાળજી લેવી. આજે આપના વલણમાં તાજગી અને સ્ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. ઉંઘ પણ પુરતા પ્રમાણમાં લેવી. ધન-કીર્તિમાં વધારો કરવા માટે પ્રયાસ વધારવા પડશે. નોકરીયાતોને નોકરીમાં કટિબદ્ધતા અને સમર્પણ વધારવું પડશે. સ્થાવર મિલકત, વાહનો વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી.