ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - gujaratinews

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions
astrology predictions
author img

By

Published : Oct 19, 2020, 6:24 AM IST

મેષ:આજે આપ સાંસારિક બાબતોને એક બાજુ રાખીને આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમ જ મનન- ચિંતન આપના મનને હળવું કરશે. આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે સમય ઘણો સારો છે. આપે આપની વાણી પર સંયમ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું કશું જ નહી બગાડી શકે. નવા કામનો આરંભ કરવા સમય ઉચિત નથી.

વૃષભ:આપ આપનું લગ્નજીવન માણી શકશો તેમ જ પરિવાર સાથે કોઇ સામાજિક પ્રસંગે અથવા ટૂંકા પ્રવાસે જવાનું થશે જ્યાં આપ આનંદ અનુભવશો. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી શકશો. વિદેશમાં આપના કોઇ સ્નેહીઓ રહેતા હોય તો તેમના સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. વેપારીઓ માટે લાભદાયી સમય છે.સમાજ અને લોકોમાં આપ માન-પાન મેળવી શકશો.

મિથુન:બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.

કર્ક:આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પિકનિક પર જવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.

સિંહ:આપના મન પર નકારાત્મક વિચારો હાવિ ના થાય તે માટે મનોરંજન પર ધ્યાન આપવું. મન સ્વસ્થ રાખવા માટે આપ્તજનો સાથે સમય વિતાવવો. તેનાથી. ઘરમાં સુમેળ પણ વધશે. માતા વૈચારિક મતભેદ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલી શકો છો. આજે મકાન-મિલ્કત કે જમીન અંગેના દસ્તાવેજો કરવામાં સાવચેત રહેવું પડશે. પાણીથી દૂર રહેવું. આપ લાગણીઓના વહેણમાં તણાઇ ન જાવ તેનું ધ્યાન રાખજો.

કન્યા:આજના દિવસે આપ તન- મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આપને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આપને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં ‍ સિદ્ધિ મળે.

તુલા:આજે આપનું મન કકારાત્મક વિચારોમાં પરોવાય તેનો તમારે મહત્તમ પ્રયાસ કરવો પડશે. ક્રોધ છોડીને વાણી અને વર્તનમાં બીજાને સહકાર અને આદર આપવાની ભાવના કેળવશો તો તમારા સંબંધો ખીલી ઉઠશે. જો સહકારની ભાવના નહીં હોય તો પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ જશે. ખોટો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો. તબિયતની કાળજી લેવાની સલાહ છે. ખોટા કામથી પોતાની જાતને દૂર રાખજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવાની સલાહ છે.

વૃશ્ચિક:પરિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્નેહીજનો તરફથી ઉપહાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

ધન:આજનો આપનો દિવસ સારો-નરસો અનુભવ કરાવે તેવી શક્યતા છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તમારા સ્વભાવમાં મૃદુતા અને આદરભાવ વધારવો. સ્વભાવની ઉગ્રતા સ્થિતિ બગાડી શકે છે. વાહન ચલાવતી વખતે અથવા જોખમી કાર્યોમાં ઈજાથી બચીને રહેવું પડશે. કોર્ટ કચેરીને લગતા કામકાજ અંગે સભાન રહેવું પડશે. ખર્ચ વધતા નાણાંની ખોટ વર્તાશે.

મકર:નોકરી ધંધા, સમાજ તેમજ બીજા દરેક ક્ષેત્રોમાં આજનો દિવસ ફાયદાકારક નિવડશે. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે બહાર ફરવા જવાની યોજના બનશે. શુભ પ્રસંગોમાં હાજરી આપી શકશો. પરિવારજનો તેમજ સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુકો લગ્ન ગ્રંથિથી જોડાઇ શકશે. પ્રવાસ થવાની શક્યતા પણ છે.

કુંભ:આજે આપના દરેક કાર્યો વિઘ્ન વગર પૂરા થશે અને આપ ખુશી અનુભવશો. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સમય સારો છે અને આપ સફળતા મેળવી શકશો. વડીલો અને ઉચ્ચ અધિકારીઓની મદદને કારણે આપની ચિંતાઓમાં ઘટાડો થશે. આપના દાંપત્યજીવનમાં ખુશીનો માહોલ રહેશે અને આપ આવકમાં વૃદ્ધિ તેમ જ હોદ્દામાં બઢતી મેળવો તેવી પણ શક્યતા છે.

મીન:આજે નકારાત્મકતા આપના પર હાવિ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે. માનસિક અજંપાને કારણે આપને તકલીફ અનુભવાશે. આપને સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ રહ્યા કરે. નોકરીના સ્થળે ઉચ્ચ અધિકારીઓથી સાચવવુ પડશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. વિરોધીઓ તમારા માર્ગમાં અંતરાય ઊભા કરી શકે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લેશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.