મેષ: આજના દિવસે આપને ખર્ચ કરવામાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ખાવાપીવામાં સંયમ જાળવો. આરોગ્ય બગડવાની શક્યતા છે. ટૂંકમાં આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે.
વૃષભ: આપનો વર્તમાન દિવસ શુભ ફળદાયક છે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. આજે આપનામાં વૈચારિક સ્થિરતા રહે. પરિણામે આપ ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. આજે આપ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરો. પરિવારના સભ્યો સાથે આનંદથી સમય પસાર કરો. આપનો આત્મવિશ્વાસ વધશે.
મિથુન: આપનો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્વસ્થતા અને આંશિક બેચેની ધરાવતો હશે. તંદુરસ્તી થોડી નરમ રહેશે જેમાં ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી. આધ્યાત્િમકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂપ બનશે.
કર્ક: વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્યો છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થાય. અન્ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્તો સાથે મિલન- મુલાકાત થાય. સ્ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્નીથી સુખ મળે. લગ્નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્ય સારું રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. મિત્રો સાથે રમણીય સ્થળે પ્રવાસનું આયોજન થાય. ઉત્તમ ભોજન મળે.
સિંહ: આજે આપના માટે વ્યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે. વર્તમાન દિવસે આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. હોદ્દાની બઢતીના યોગ છે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. આપનું વર્ચસ્વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે. આરોગ્ય સારું રહે. ગૃહસ્થ જીવન મધુરતાભર્યું રહે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય.
કન્યા: આપનો આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સગાં- સંબંઘીઓ સાથે આપના પર્યટનના કાર્યક્રમનું આયોજન થશે અને તે ખૂબ આનંદદાયક રહેશે. આજે સ્ત્રી મિત્રોથી લાભ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યમાં અથવા તો ધાર્મિક પ્રવાસમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્નેહીજનોના સમાચારથી આનંદ થાય. ભાઇ ભાંડુઓથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભનો દિવસ છે.
તુલા: આજે આપને નવા કાર્યોની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તેમજ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. તંદુરસ્તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્યમય બાબતો અને ગૂઢવિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ સમય છે. બની શકે તો પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. ઊંડી ચિંતનશક્તિ દ્વારા મનની શાંતિ મેળવી શકશો.
વૃશ્ચિક: આપનો આજનો દિવસ રોજીંદી ઘટમાળથી કંઇક જુદી રીતે પસાર થાય. આજના દિવસે પોતાના માટે સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે પર્યટન, ઉત્તમ ભોજન અને વસ્ત્ર પરિધાનથી આપ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માનસન્માન મળે. માન આબરૂ વધે, વાહનસુખ પ્રાપ્ત થાય. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયજન સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહે. લગ્નસુખનો ભરપૂર આનંદ માણી શકશો.
ધન: આજે આપના માટે આર્થિક લાભનો દિવસ હોવાનું જણાવવામાં આવે છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. જે આપના મનને આનંદિત રાખશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સારા સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે. વાણી પર કાબૂ રાખવો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર: આજે આપનું મન ચિંતા અને દ્વિઘાના આટાપાટામાં અટવાયેલું રહેશે. આવી પરિસ્થિતિમાં આપ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબનો સાથ ઓછો મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે તેમજ સંતાનોના આરોગ્યમાં પણ વધારે ધ્યાન આપવું પડશે. ઘરમાં વડીલ વર્ગની તબિયત નાજૂક રહેવાની શક્યતા હોવાથી તેમના માટે પણ સમય ફાળવજો. ઓફિસમાં ઉપરી અધિકારીઓની નારાજગીથી બચવા કામમાં સચોટ રહેવું. ખોટો ખર્ચ થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે શાંતિથી બેસીની ચર્ચા કરવી.
કુંભ: આજે આપના સ્વભાવમાં વધુ પડતી લાગણીશીલતા આવે અને તેના કારણે માનસિક રીતે થોડીક બેચેની અને વ્યગ્રતા અનુભવો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સ્ત્રીઓને આભૂષણો, વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. સ્વભાવમાં જિદ્દીપણું ટાળવું, જાહેરમાં સ્વમાનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું.
મીન: આપનો આજનો દિવસ શુભફળદાયી રહેશે. આપની સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. વૈચારિક સ્થિરતાના કારણે આપના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા પર્યટનનું સફળ આયોજન થાય. ભાઇભાંડુઓથી લાભ થાય. કાર્યમાં સફળતા મળે. કોઇક સાથે લાગણીના સંબંધથી બંધાઓ. જાહેર માન- સન્માન મળે. પ્રતિસ્પર્ધી પર વિજય મેળવી શકો.