મેષ : વર્તમાન દિવસે સ્વકેન્દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની આપને સલાહ છે. આજે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. ભોજન અને ઉંઘ સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવાથી નાણાંનો વ્યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું સુચન છે.
વૃષભ : આપ આપની આર્થિક જવાબદારીઓ તરફ ધ્યાન આપશો અને તે આયોજન પણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તનમનના ઉત્સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. દાંપત્યજીવનમાં આનંદ રહેશે.
મિથુન : આજના દિવસમાં વાણી અને વર્તનમાં સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવે છે. આપના બોલવાથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તે માટે વાણીમાં સ્પષ્ટતા અને વર્તનમાં પારદર્શકતા રાખવી. આજે આપનું સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ છે. આંખોની તકીલીફ હોય તો સારવાર પર વધુ ધ્યાન આપવું. આવક કરતાં જાવકનું પલ્લું ભારે રહે. માનસિક ચિંતા અને વ્યગ્રતાથી બચવા માટે ધાર્મિક પ્રવૃત્તિ અથવા દેવસ્થાનની મુલાકાત કારગત રહે. ઇશ્વરની ભક્તિ અને આધ્યાત્મિકતા આપની વ્યગ્રતા ઘણા અંશે ઓછી કરશે.
કર્ક : વર્તમાન દિવસ આપના માટે લાભકારક પુરવાર થશે. નોકરી ધંધામાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતા આપને સારો એવો ધનલાભ થાય. મિત્રો, વિશેષ કરીને સ્ત્રી મિત્રોથી લાભ થાય, તેમની સાથે મોજમજાના સંજોગો ઉભા થાય. પ્રિયપાત્ર જોડે રોમાંચક ક્ષણો માણી શકશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પડે. લગ્ન કરવા ઇચ્છતા યુવક- યુવતીઓને માટે લગ્નયોગ સંભવિત છે. શારીરિક- માનસિક તંદુરસ્તી સારી રહે. આકસ્મિક ધનલાભ થાય.
સિંહ : દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી આપ દરેક કાર્ય આજે સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યવસાયક્ષેત્રે આપની બુદ્ધિ પ્રતિભા ઝળકી ઉઠે. નોકરીમાં બઢતીના યોગ ઉભા થાય. ઉપરી અધિકારીઓને આપ આપના કામથી પ્રભાવિત કરી શકો. પિતા તરફથી લાભ થાય. જમીન મિલકત, વાહન સંબંધી કાર્યો ખૂબ સરળતાથી પાર પડશે. સરકારી કામકાજોમાં સફળતા મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા રહે.
કન્યા : આપનો આજનો દિવસ આનંદદાયક પસાર થાય. આર્થિક લાભની સાથે સાથે વિદેશ વસતા સગાં સંબંધીઓના સમાચાર મળવાથી આપનું મન પ્રફુલ્લિત રહે. ધાર્મિક કાર્ય કે ધાર્મિક અથવા જન સેવાના કાર્યો પાછળ ખર્ચ કરીને ધન્યતા અનુભવશો. ભાઇ બહેનોથી લાભ થવાની શક્યતા રહે. પરદેશ જવા ઇચ્છતા લોકોને વિદેશગમન માટે અનુકૂળ સંજોગો સર્જાવામાં હજુ સમય લાગી શકે છે.
તુલા : કોઇપણ નવા કાર્યોનો શુભારંભ કરવાનું શક્ય હોય તો ટાળવું અથવા અત્યંત કાળજીપૂર્વક અને બીજાના માર્ગદર્શન સાથે આગળ વધવું. બોલવામાં તથા વર્તનમાં સૌમ્ય અને વ્યવહારુ રહેવું, નહીં તો ગેરસમજના ભોગ બનશો. હિતશત્રુઓ નુકસાન કરવાનો પ્રયાસ કરી શકે છે માટે સતર્કતા દાખવવી. આજે આપનું સ્વાસ્થ્ય સામાન્ય રહે. એમ છતાં આધ્યાત્મિક સાધના- સિદ્ધિ માટે આજે ઉત્તમ દિવસ છે. ગૂઢ વિદ્યા તરફ આપનું આકર્ષણ વધશે. ઉંડા ચિંતન દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક : આપના આજના દિવસ દરમ્યાન મનોરંજન, ચર્ચા અને મોજમસ્તી પ્રથમ સ્થાને હશે. આજે આપ રોજિંદી ધરડેથી મુક્ત થઇને પોતાના માટે થોડોક સમય ફાળવી શકશો. મિત્રો સાથે ગપ્પા મારવા, પરિવાર સાથે સારું ભોજન અને નવા વસ્ત્ર પરિધાન આપના મનને આનંદિત રાખશે. વેપાર ધંધા અને ભાગીદારીમાં લાભ થાય. જાહેર ક્ષેત્રમાં માનસન્માન વધે . વિજાતીય પાત્રો પ્રત્યે આકર્ષણ થાય. લગ્નસુખ શ્રેષ્ઠ રહેશે.
ધન : આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આપનું સ્વાસ્થ્ય સારું રહે. યશકીર્તિ અને આનંદની પ્રાપ્તિ થાય. કુટુંબીજનો સાથે આનંદમાં દિવસ પસાર થાય. હરીફો અને શત્રુઓ પર વિજય મળે. ઓફિસમાં સહકર્મચારીઓ તથા હાથ નીચેના માણસોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. સ્ત્રી મિત્રો સાથે ચર્ચા થાય. મોસાળ સાથેના સંબંધો અધુરાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભના ઉજળા સંજોગો છે.
મકર : દ્વિધાભર્યા મનોવલણને કારણે આપ આજે ચોક્કસ નિર્ણય પર ન આવી શકતાં ચિંતાગ્રસ્ત રહેશો. આવી મનોસ્થિતિમાં કોઇ અગત્યના નિર્ણયો ટાળવાની આપને સલાહ છે અથવા કોઈ વિદ્વાન વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધવું. નસીબનો સાથ મળવાની વધુ પડતી આશા રાખવાના બદલે આત્મવિશ્વાસ સાથે કર્મના સિદ્ધાંતને અનુસરજો. સંતાનોના કામકાજોમાં વધુ સમય આપવો પડશે. ઘરમાં વડીલ સ્વજનોની તબિયત સાચવજો. થાક, અશક્તિ અને આળસથી બચવા કામના પ્રમાણમાં આરામને મહત્વ આપવું. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું હિતાવહ છે. પેટના દર્દથી પરેશાની થાય.
કુંભ : આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. પરિણામે માનસિક બેચેની અને અસ્વસ્થતા આવી શકે છે. પ્રભૂ સ્મરણ અને આત્મચિંતનથી તમે સ્થિરતા લાવી શકશો. સ્વભાવમાં થોડું જિદ્દીપણું આવશે માટે તેને ટાળજો. જાહેરમાં પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જમીન, મકાન વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રો અને આભૂષણોની ખરીદી પાછળ મહિલાઓને ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે.
મીન : અગત્યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે. આપની રચનાત્મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આપ ખૂબ સારી રીતે કામ કરી શકો. આપના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. દોસ્તો સાથે સંપર્ક કરી શકો. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન- સન્માન પ્રતિષ્ઠા વધશે.