ETV Bharat / bharat

શું આજનો દિવસ તમારા માટે ખુબ લાભદાયી છે, જાણો તમારુ રાશિફળ - horoscope 2019

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Astrology Predictions of 16th october 2019
author img

By

Published : Oct 16, 2019, 5:30 AM IST

મેષ: આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. આપને પ્રવાસ થવાના યોગ પણ છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

વૃષભ: આજે આપે કોઇપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઇની સાથે ગેરસમજ હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો. શારીરિક સ્વસ્થતા માટે તમે કામમાંથી ટૂંકો વિરામ લઈ શકો છો. આપને મહેનતના પ્રમાણમાં ફળ મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. આજે આપને વધુ ખર્ચ ટાળવા માટે સલાહ આપવામાં આવે છે.

મિથુન: આજે આર્થિક, સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે લાભદાયી દિવસ છે.આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. રમણીય સ્થળે પ્રવાસ થવાથી આપનો દિવસ આનંદથી ભરપૂર બની જશે. યોગ્ય જીવનસાથીની શોધ માટે આજનો દિવસ ઘણો સારો છે. પરિવારજનો સાથે આપનો સુમેળ રહેશે અને લગ્નજીવનમાં વધુ નિકટતા રહેશે.

કર્ક: આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ: સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.

કન્યા: આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો.

તુલા: રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ પાર્ટી, નાટક કે ફિલ્મ માણો તેમજ હરવા-ફરવાનું ગોઠવો અને મિત્રોને મળો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો.

વૃશ્ચિક: પારિવારિક સુખ શાંતિને કારણે આપને શારિરીક માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. નક્કી કરેલા કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે. આપના વિરોધીઓ અને શત્રુઓની ચાલ સફળ નહી થઇ શકે. આપને આર્થિક લાભ થશે. મોસાળપક્ષથી પણ લાભ થઇ શકે. આપ જરૂર જણાય ત્યાં ખર્ચ કરશો. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે.

ધન: આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટની લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ.

મકર: આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે.

કુંભ: આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્‍સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. ટૂંકી મુસાફરી થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્‍ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સહવાસ આનંદ આપશે.

મીન: આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.

Intro:Body:

Astrology Predictions of 16th october 2019

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.