- મેષ
આજે ઉપરી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્યની ચર્ચા થશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપો. આજે દરેક વાતને આપ વ્યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીઘે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થાય.
- વૃષભ
આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમન માટેની શક્યતા સર્જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. કોઇક ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત બને. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું કામનો વધુ પડતો બોજ રહે.
- મિથુન
આપે સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખી થોડા રમૂજી બનશો તો અત્યારે તમે સંબંધોમાં વાસ્તવિક ઘનિષ્ઠતાનો અહેસસા કરી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધારે ખર્ચ ટાળવો જેથી મહત્વના કાર્યોમાં નાણાંની જરૂર હોય ત્યારે બીજા સામે હાથ લંબાવવાની જરૂર ના પડે. ઘરમાં પરિવારજનો સાથે તેમ જ ઓફિસના લોકો સાથે સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરવો. જે વ્યક્તિ બિમાર હોય તેને કોઇ નવી ઉપચાર પદ્ધતિ કે ઓપરેશન વિશે આજે ન વિચારવું જોઇએ. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ મેળવી શકશો.
- કર્ક
આજે આપ સમાજમાં અને વ્યવસાયમાં લાભ મેળવી શકશો. આપ મોજમસ્તી, વસ્ત્રાભૂષણ તેમજ વાહનની ખરીદી કરી શકશો.આપ મનોરંજન, રસની પ્રવૃત્તિઓ તેમજ વિજાતીય વ્યક્તિને મળીને સુખ અનુભવશો. આપનું લગ્ન જીવન ઘણું સુખી રહેશે. ભાગીદારીમાં કરેલા કોઇપણ કાર્યથી લાભ મેળવી શકશો. આપને પ્રવાસ થવાની પણ શક્યતા છે.
- સિંહ
આપને મનમાં અગાઉની તુલનાએ તોડી ઉદાસીનતા અને અજંપો અનુભવાશે. જોકે સામે પક્ષે, ઘરમાં સુખશાંતિ જળવાઇ રહેશે જેથી તમને થોડી રાહતનો અહેસાસ કરી શકશો. આપની દિનચર્યાનું અગાઉથી આયોજન કરવાની સલાહ છે. મહેનત કરવામાં આપ પાછળ નહીં રહો પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી દલીલબાજીમાં ઉતર્યા વગર તમારા કામથી મતલબ રાખવો..
- કન્યા
આજના દિવસે આપ થોડી માનસિક ગડમથલ અનુભવો તેવી સંભાવના હોવાથી કામમાં એકચિત્ત થવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આપને સ્વાસ્થ્ય અને સંતાનોની બાબતોમાં તમારે વધુ સમય ફાળવવો પડશે. આપને પેટની ફરિયાદ પણ રહ્યા કરે. વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા માટે વધુ મહેનત કરવાની સલાહ છે. અચાનક ખર્ચ થઇ શકે. શેર સટ્ટાથી દૂર રહેવાની સલાહ છે. પ્રિયજનને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.
- તુલા
આજે આપ વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે આપનું મન ઉચાટ અનુભવશે. માતા સાથે વધુ સમય વિતાવવાની તેમજ તેમને વધુ આદર આપવાની સલાહ છે. પ્રવાસ માટે સમય અનુકૂળ જણાતો નથી. આપે કુટુંબ અને મિલકત કે જમીનને લગતી બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે તેમ જ પાણીથી પણ ચેતવુ પડશે.
- વૃશ્ચિક
આજના દિવસે આપને કામમાં સફળતા મળશે, કોઇ નાણાંકીય ફાયદો થશે અને ભાગ્યમાં પણ વૃદ્ધિ થઇ શકે છે. આપ નવું કામ પણ શરૂ કરી શકશો. આપને આપના સહોદરો પાસેથી લાગણીની હૂંફ અને સહકાર મળી રહેશે. આપ આપના પ્રતિસ્પર્ધીઓ સામે જીત મેળવી શકશો. આપની મુલાકાત પ્રિયજન સાથે થશે અને મન આનંદ વિભોર બની જશે. ટૂંકો પ્રવાસ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
- ધન
થોડી અજંપાભરી માનસિક સ્થિતિ અને પારિવારિક બાબતોમાં ઘણી વ્યસ્તતાના કારણે આપ આજના દિવસમાં પોતાની જાત માટે ઓછો સમય આપી શકશો. આપના ખર્ચમાં વધારો થઈ શકે છે. આપના કાર્યો વિના અવરોધો પાર પાડવા માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લો તો વધારે સારું. પરિવારજનો સાથે વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવાની સલાહ છે. દૂર રહેતા મિત્રો કે સ્વજનો સાથેનો સંપર્ક આપને ફાયદાકારક નિવડશે.
- મકર
આજે આપનો દિવસ ભક્તિમય રહેશે. આપ પૂજા પાઠમાં સમય પસાર કરશો. આપના દરેક કામ સારી રીતે પુરા થશે. મિત્રો અને સગા વ્હાલાઓ તરફથી આપને ભેટ સૌગાદો મળી શકે છે. આપનું શરીર અને મન આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાયમાં આપ પ્રગતિ અને સફળતા મેળવી શકશો. લગ્નજીવન સુખી રહેશે. આપે અકસ્માત કે પડવા વાગવાથી સંભાળવું પડશે.
- કુંભ
આજે આપને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે આપની માનસિક સ્વસ્થતા ઓછી હોય. કોર્ટ કચેરી જમીનની ઝંઝટમાં ન પડવું. ખોટી જગ્યાએ મૂડી રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. કુટુંબમાં સભ્યો વિરોધી વર્તન કરે તેવું બને. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. અકસ્માતથી સંભાળવું. ગુસ્સાને કાબુમાં રાખવો. ધનખર્ચના યોગ છે.
- મીન
આજનો દિવસ આપના માટે ઘણો સાનુકૂળ છે. ધંધામાં કે નોકરીમાં આપની આવક વધશે. આપના મિત્રો અને વડીલો તરફથી આપને લાભ થઇ શકે. આપ નવા મિત્રો બનાવશો અને આ મૈત્રી લાંબાગાળે ઘણી ફાયદાકારક નિવડશે. કોઇ શુભ પ્રસંગમાં આપ હાજરી આપશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું પણ બને. પરિવારજનો પાસેથી સારા સમાચાર મળે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.