ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - ઓગસ્ટ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Zodic
Zodic
author img

By

Published : Aug 26, 2020, 7:29 AM IST

મેષઃ આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી પડે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. હિતશત્રુઓ આપને હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભઃ આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપના માટે અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

મિથુનઃ અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

કર્કઃ સ્‍વસ્‍થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્‍યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.

સિંહઃ આજે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન પર સંયમ રાખવો પડે. સ્‍ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્‍યાન રાખવું. માતા સાથે કોઈપણ પ્રકારે મનદુઃખ ટાળવા માટે વર્તનમાં સૌમ્યતા લાવજો અને જરૂર પડ્યે નમતું જોખવાની નીતિ રાખજો. નકારાત્‍મક વિચારો તમારા મનને ઘેરે નહીં તે માટે મેડિટેશન અને પ્રેરાણાદાયી પુસ્તકોના વાંચનનો સહારો લઈ શકો છો. જમીન વાહન વગેરેના દસ્‍તાવેજો પર હસ્‍તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્‍થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્‍તી પ્રત્‍યે આજે સચેત રહેવું.

કન્યાઃ આજે અવિચારી સાહસ કરવા સામે આપને ખાસ ચેતવવામાં આવે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ પરત્‍વે આકર્ષણ થાય અને તેમાં ‍સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

તુલાઃ આજના દિવસે આપનું માનસિક વલણ દ્વિધાભર્યું રહે તેથી મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી પરિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું પડે. આર્થિક લાભની શક્યતા છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિકઃ આપનો આજનો દિવસ સામાન્‍ય રીતે પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે તેમજ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદ ઉલ્‍લાસમાં સમય પસાર થાય. મિત્રો સ્‍વજનો દ્વારા ભેટ સોગાદ મળવાથી આનંદ થાય. પ્રિયજનો સાથે મિલન મુલાકાતમાં સફળતા મળે. શુભ સમાચારની પ્રાપ્તિ થાય. આપને શ્રેષ્‍ઠ દાંપત્યસુખ મળે.

ધનઃ આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વર્તન અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. રોષની લાગણી ઓછી રાખવી જેથી આપ કોઇ સાથે વિખવાદ ટાળી શકો. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું ના થાય તેનું ધ્યાન રાખજો. તંદુરસ્‍તીની સંભાળ લેવી પડશે. ઇશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.

મકરઃ આપનો આજનો દિવસ બહુવિધ લાભ આપનાર દિવસ છે. સગાંસંબંધીઓથી અને મિત્રો સાથે મુલાકાત થાય. આપને ‍પ્રિયપાત્રનો સંગ રોમાંચિત કરશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે. વેપારધંધામાં લાભકારી દિવસ છે. મિત્રો તરફથી ફાયદો મળે. પત્‍ની અને પુત્રથી લાભ થાય. નવી વસ્‍તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય.

કુંભઃ આજના દિવસ દરમ્‍યાન આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આપ ખુશ રહો. ઉચ્‍ચ અધિકારીઓ પણ આપના પર ખુશ રહે. સહકર્મચારીઓ સાથ સહકાર આપશે. સમાજમાં માન- સન્‍માન મળશે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદથી સમય પસાર કરશો. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી વ્‍યાપેલી રહેશે.

મીનઃ આજે ઉપરી અધિકારીઓ સાથેના આપના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો પડશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન પર પણ ચિંતાનો ભાર રહે. હરીફો સાથે આજે ચર્ચા કે વિવાદમાં ન પડવું. મનમાં ઉભા થતા નકારાત્‍મક વિચારોને દૂર ધકેલી દેશો તો માનસિક રીતે થોડા સ્‍વસ્‍થ રહી શકશો. વેપારીઓને વેપારમાં અવરોધ આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.