મેષઃ આજે દિવસના ભાગમાં આપનો સમય સગાં સ્નેહીઓ અને મિત્રો સાથે આનંદ પ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રો અને પ્રેમીજનો સાથે સારી પળો માણશો. નવા કપડાં કે આભૂષણોની ખરીદી કરશો. જાહેર માન- સન્માન મળે. પરંતુ બપોર પછી આપે દરેક રીતે સંયમિત વલણ રાખવું પડશે. નવા સંબંધો બાંધતા પહેલાં વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ ખર્ચ થાય. હિતશત્રુઓથી સાવચેત રહેવું. તંદુરસ્તીનું ધ્યાન રાખવું. વાણી અને વર્તન પર અંકુશ રાખવો.
વૃષભઃ નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ખૂબ લાભદાયક છે. પરિવાર ક્ષેત્રે પણ સુખશાંતિ જળવાઇ રહેશે. શત્રુઓ કે પ્રતિસ્પર્ધીઓ સામે આપને વિજય મળે. નોકરીમાં સાથી કાર્યકરો સહાયરૂપ બને. મધ્યાહન પછી દોસ્તો સાથે મનોરંજનની મહેશ માણશો. ભાગીદારો સાથે સંભાળીને કામ લેવું. દાંપત્યજીવનમાં નિકટતા છે.
મિથુનઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ધિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનોની બાબતોમાં આજે ઘણો સમય ખર્ચાઈ જવાની શક્યતા છે. પરંતુ મધ્યાહન પછી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપ માનસિક રીતે થોડી હળવાશ અનુભવશો. શારીરિક સ્વાસ્થ્ય સુધરે. નોકરીમાં સહકાર્યકરોનો પૂરતા સાથ સહકાર મળશે. આર્થિક લાભ થાય. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય.
કર્કઃ માનસિક હતાશા અને અસ્વસ્થતા રહેવાની શક્યતા હોવાથી શારીરિક રીતે આપ બેચેની અનુભવશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. જમીન- વાહન સંબંધી સમસ્યાઓ સર્જાય. બપોર બાદ આપ માનસિક રીતે થોડીક રાહતની લાગણી અનુભવશો. મિત્રોનો સહકાર મળશે. શારીરિક તાજગીનો અનુભવ થશે. વધારે પડતા વિચારો આપના મનને વિચલિત કરશે.
સિંહઃ આજે આપ ધાર્મિક કાર્યોમાં વધુ વ્યસ્ત રહો તેવો સંકેત મળી રહ્યો છે. ધનલાભ થાય. વિદેશથી સારા સમાચાર મળે. નવા કાર્યના પ્રારંભ માટે શુભ સમય છે. રોકાણકારો માટે લાભદાયી સમય છે પરંતુ મધ્યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. માનસિક ગડમથલ વધી શકે છે અને તેના કારણે આપની તંદુરસ્તીને અસર પડી શકે છે. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી સમસ્યાઓ ઉભી થાય.
કન્યાઃ મનની દ્વિધાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ નહીં રહે તો મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવાની સલાહ છે. શરીર અને મનની સ્વસ્થતા ન જળવાય પરંતુ બપોર બાદ આપનો સમય સુધરતો જણાય. ભાઇભાંડુઓ સાથે બેસી મહત્વની ચર્ચા થશે. વિશેષ કરીને ધાર્મિક કાર્યો થાય. રોકાણકારો માટે આજે સારો દિવસ છે. ભાગ્યવૃદ્ધિ થાય.
તુલાઃ આજે આપની કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં વધુ નિખાર આવે. શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહેશો. વૈચારિક દૃઢતા અને સમતોલ વિચારસરણીથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. પ્રિયપાત્ર જોડે આનંદથી સમય પસાર થાય. વસ્ત્રાભૂષણો કે મનોરંજન પાછળ ધનખર્ચ બાદ આપનું મન દ્વિધાયુક્ત પરિસ્થિતિમાં મુકાશે. જેથી આપ અગત્યના નિર્ણયો નહીં લઇ શકો. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે આપે અહમને બાજુ પર મુકીને બાંધછોડભર્યું વલણ અપનાવવું પડશે.
વૃશ્ચિકઃ આજે આપનો ઉગ્ર સ્વભાવ કે અસંયમિત વલણ વધી શકે છે માટે તેને અંકુશમાં રાખશો અને શાંત ચિત્તે કામ લેશો જો ઘણા સંબંધોમાં આવનારી સમસ્યા ટાળી શકશો. અકસ્માતથી સાવધાન રહેવું. આવકની તુલનાએ ખર્ચનું પ્રમાણ વધારે રહે માટે નાણાંની જોગવાઈ અગાઉથી રાખવી. સગાંસંબંધી સાથે તણાવ થઈ શકે છે, પરંતુ બપોર પછી સ્થિતિ ઘણી સુધારાત્મક રહેશે. આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. પ્રિયપાત્ર સાથે રોમાંચની ક્ષણો માણી શકશો. આપનો આત્મવિશ્વાસ વધશે.
ધનઃ નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આજે આપના માટે લાભકારી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબજીવનમાં આનંદનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે. મિત્રવર્ગ સાથે બહાર જવાનું થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. વેપારીવર્ગને સારો લાભ મળે પરંતુ બપોર પછી તબિયત સંભાળવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અવિચારી વલણ સંબંધો પર અસર કરશે માટે સૌમ્યતા અને ધીરજથી વર્તન કરવું. વ્યાવસાયિક વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી ટાળવી.
મકરઃ વર્તમાન સમયમાં ગૃહસ્થજીવન આનંદમય રહેશે. પરિવારના સભ્યોમાં ખુશાલીનો માહોલ રહેશે. નોકરીમાં પદોન્નતિના યોગ છે. ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. મધ્યાહન બાદ માનસિક ખુશી અને શાંતિ મળે તેવું કંઇક બને. આપની આવક વધવાના યોગ છે. વેપારી વર્ગને વેપારમાં ફાયદો થાય. લગ્નજીવનમાં આનંદ વધે.
કુંભઃ આજે આપ બૌદ્ધિક કાર્યો અને સાહિત્ય સર્જન કે લેખનપ્રવૃત્તિમાં ગુંથાયેલા રહેશો. આજે આપ નવું કાર્ય શરૂ કરી શકો છો. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો તખ્તો ઘડાય. વ્યવસાયમાં લાભની તકો મળે. નોકરિયાતોએ થોડું સંભાળીને ચાલવું. તબિયત સાચવવી પરંતુ મધ્યાહન બાદ કુટુંબ જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે.
મીનઃ આપને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ છે, હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સંભાળવી. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. ગૂઢવિદ્યાઓ જાણવા માટે અનુકૂળ દિવસ છે. બપોર બાદ આપને વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળશે. નોકરીના સ્થળે ઉપરી અધિકારીઓની નારાજગી રહે. સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ન પડવા સલાહ આપવામાં આવે છે.