આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટ છે. જ્યારે હરિયાણામાં સીટની સંખ્યા 90 છે. ગત ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનવાળી સરકાર હતી. તો આ બાજુ હરિયાણામાં બહુમત સાથે ભાજપે સરકાર બનાવી હતી. આમ આ બંને રાજ્યોમાં ભાજપને ખાસ્સી આશા છે કે, ફરી એક વખત આ રાજ્યોમાં સત્તાની કમાન સંભાળે. બીજી બાજુ કોંગ્રેસ પણ આ રાજ્યોમાં ક્યાંકને ક્યાંક પોતાના વજૂદને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ રાજ્યની જનતાઓને આહ્વાન કર્યું છે કે, આ રાજ્યોમાં તેમની પાર્ટીને ફરી સત્તામાં બેસાડી સમાજનું હિત જાળવે.
વિધાનસભાની પેટા ચૂંટણીઓ
અરુણાચલ પ્રદેશ-1, આસામ-4, બિહાર-5, છત્તીસગઢ-1, ગુજરાત-4, કર્ણાટક-16, કેરલ-5, મધ્ય પ્રદેશ-1, મેઘાલય- 1, ઓડિશા-1, રાજસ્થાન-2, સિક્કિમ-3, તમિલનાડૂ-2, તેલંગણા-1, ઉત્તર પ્રદેશ-11
આ તમામ વિધાનસભાની સીટો પર 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019
મહારાષ્ટ્ર વિધાનસભાની સીટ | 288 |
નોટિફિકેશન | 27 સપ્ટેમ્બર |
નામાંકનની છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર |
સ્ક્રુટની | 05 ઓક્ટોબર |
નામાંકન પરતની છેલ્લી તારીખ | 07 ઓક્ટોબર |
મતદાનની તારીખ | 21 ઓક્ટોબર |
હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019
હરિયાણા વિધાનસભાની સીટ | 90 |
નોટિફિકેશન | 27 સપ્ટેમ્બર |
નામાંકનની છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર |
સ્ક્રુટની | 05 ઓક્ટોબર |
નામાંકન પરતની છેલ્લી તારીખ | 07 ઓક્ટોબર |
મતદાનની તારીખ | 21 ઓક્ટોબર |