ગુવાહાટી: કામાખ્યા દેવાલય વ્યવસ્થાપન સમિતિએ રવિવાર એટલે કે, 11 ઓક્ટોબર, 2020 થી ભક્તો માટે મંદિરના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. જો કે, મંદિરનો ગર્ભગૃહ બંધ રહેશે. આ નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે. ભક્તો અને અન્ય લોકોએ મંદિરમાં સરકારની કેટલીક માર્ગદર્શિકાને કડક રીતે પાલન કરવું પડશે. ગુવાહાટી સ્થિત આ મંદિર 20 માર્ચથી બંધ છે.
મંદિરમાં દર્શન કરવા માટે માર્ગદર્શિકા નીચે મુજબ છે.
- દેવાલય સંકુલનો દરવાજો સામાન્ય દિવસોમાં સવારે 8 કલાકથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રહેશે. જોકે, નવરાત્રી અને દુર્ગાપૂજા દરમિયાન સમય બદલાઈ શકે છે.
- આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત તબીબી શિબિરમાં, ભક્તોએ કોવિડ -19 માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવવું પડશે. નર્સરીમાં પ્રવેશ પોઇન્ટ નજીક આ કેમ્પ યોજાશે. ટેસ્ટ કરનારાઓને રિપોર્ટ બતાવો પડશે જે બાદ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.
- પ્રત્યેક ભક્ત માટે દર્શનનો મહત્તમ સમય 15 મિનિટનો રહેશે અને માસ્ક વિનાના લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- મંદિરની મુલાકાત લેનારા લોકોએ સામાજિક અંતર જાળવવું પડશે અને મુખ્ય દરવાજા પર થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટેશન ચેમ્બરમાંથી પસાર થવું પડશે.