ગુવાહાટી : આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. પૂરના કારણે ગોલાપારામાં બે વ્યકિતના મોત થયાં છે. આ સાથે મોતની સંખ્યા 3 થઇ ગઇ છે.
આસામ રાજ્ય પૂર પ્રબંધન પ્રધિકરણના અધિકારીઓએ જણાવ્યું છે કે, આસામમાં પૂરની પહેલી લહેરે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 2,94,170 લોકોને અસર કરી છે. આ પૂરને કારણે અત્યારસુધીમાં 21,572 હેક્ટર ખેતીની જમીનને અસર થઈ છે. જેના કારણે પાકને પણ અસર પહોંચી છે.
આ પૂરને કારણે અત્યારસુઘીમાં 16 હજારથી વધુ લોકો બેઘર થયાં છે. જેના કારણે અસરગ્રસ્ત લોકો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખોલવામાં આવેલા 80 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બ્રહ્મપુત્રા નદી ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધી અનેક સ્થળો પર ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી.