ચંદીગઢઃ પંજાબના જાલંધરમાં પોલીસ દ્વારા રોકવામાં આવવાથી એક વ્યક્તિએ કારની બોનેટ પર ASIને ઘસેડ્યા હતા. થોડે દૂર જવા બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો.
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે પંજાબમાં કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેના કારણે રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 480 લોકો કોરોનાથી સંક્રમિત છે. જેમાંથી 90 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 19 લોકોનાં મોત થયાં છે.