મહારાષ્ટ્ર ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓના પ્રચાર પડઘમ જોર શોરથી ચાલી રહ્યાં છે. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શિવસેનાને મોટા ઝટકો લાગ્યો છે. પાર્ટીથી નારાજ 25 નગર સેવકો, 300 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેચણીથી ઘણા નગર સેવકો અને કાર્યકર્તાઓ નારાજ છે. તેજ કારણે મહારાષ્ટ્રના 26 શનિસેનાના નગર સેવકો અને લગભગ 300 કાર્યકર્તાઓએ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પાસે 63 બેઠકો છે. જ્યારે ભાજપની પાસે 122 બેઠકો છે.