શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. મળતી માહિતી પ્રમાણે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં એન્કાઉનટરમાં આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 2થી 3 આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા બાદ સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોમવારે ફાયરિંગ થયું હતું. આ એન્કાઉન્ટરમાં 3 સીઆરપીએફ અને પોલીસ જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને પણ માર્યા હતા.
અધિકારીઓએ માહિતી આપી હતી કે, ગઈકાલે રાત્રે અંધારાને કારણે સુરક્ષાદળોએ કામગીરી સ્થગિત કરી દીધી હતી. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જૈશ-એ-મોહમ્મદ આતંકીઓએ શ્રીનગર શહેરની સીમામાં નૌગામમાં હુમલો કર્યો હતો. શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 2 પોલીસ જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે.