શ્રીનગર: જમ્મુ કશ્મીરના કુપવાડામાં સેના પ્રમુખ જનરલ એમ.એમ નરવણેએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુધ્ધવિરામના ઉલ્લંઘન અંગે કહ્યું કે, આ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. એક તરફ વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન અમારા માટે મુસીબત બની ગયું છે.
સેનાના પ્રમુખે કહ્યું કે, અત્યારે આપણે નાગરિકોની સુરક્ષાને લઇને વ્યસ્ત છીએ. ત્યારે બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં સેનાકર્મીઓના કુલ 8 વ્યકિતઓ જ કોરોના સંક્રમિત થયા છે.
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને પૂંછ જિલ્લાના નગરોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારબાદ ભારતીય સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.