રાજસ્થાન: ઉદયપુર કોરોના વાઈરસના ચેપને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ થયાને 1 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ આ લોકડાઉનમાં ઘણા લોકો ઘરથી દૂર અન્ય રાજ્યોમાં ફસાયા છે. ઉદયપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉદયપુરના અંબામાતા વિસ્તારમાં રહેતા 3 યુવાનો છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ફસાયા છે.
આ તમામ યુવાનોને ગુજરાત વહીવટ તંત્રે રતનપુર બોર્ડર પર પહોંચાડી દીધા હતા. પરંતુ હવે તેમને સરહદથી ઉદયપુર જવા માટે કોઈ મદદ મળી નથી. આવી સ્થિતિમાં રોષે વ્યથિત થયેલા યુવાનોએ ફરીથી ઇટીવી ભારત દ્વારા વહીવટ અને સરકારને ઘરે પરત જવા માટે મદદ કરવા અપીલ કરી છે.
ઉદયપુરના અંબામાતા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી 3 યુવક હિમાલય જેઠી, દેવેન્દ્ર જેઠી અને યોગેશ જેઠી લોકડાઉન પહેલા ગુજરાત માતાજીનાં દર્શન કરવા ગયા હતા. પરંતુ આ પછી લોકડાઉન થયું અને તેઓ 1 મહિનાથી ગુજરાતમાં અટવાઈ ગયા છે. ગુજરાત જિલ્લા વહીવટી તંત્રે તેમને રાજસ્થાનની રતનપુર સરહદ સુધી છોડી દીધા છે, પરંતુ હવે તેઓને રાજસ્થાનમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.
રાજસ્થાન વહીવટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે, જે પણ મજૂરો અન્ય રાજ્યોમાં ફસાયા છે, તેઓને ફરીથી રાજસ્થાન લાવવામાં આવશે. પરંતુ આ વિદ્યાર્થીઓને તો રાજસ્થાન બોર્ડરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં આ લોકો માટે ખાવા પીવાની સમસ્યા પણ ઉભી થઈ છે. તેમને રતનપુર બોર્ડર પર ખાવા માટે પૂરતો આહાર કે પીવા માટે પાણી નથી મળી રહ્યું.
ઉદયપુર સાંસદે પણ ન કરી મદદ
વિદ્યાર્થી સાથે કેટલાક અન્ય યુવાનો પણ હતા, જેમને કોટાના હતા. તેમણે કોટાના સાંસદ ઓમ બિરલાની મદદ માંગી હતી, જે પછી વહીવટી તંત્રે તેમને મંજૂરી આપી હતી. તેમને કોટા મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ આ યુવાનોએ પણ ઉદયપુરના સાંસદ અર્જુન લાલ મીનાની પણ મદદ માંગી હતી, પરંતુ સાંસદે તેમની વાત પણ સાંભળી નહીં.