ચૈન્નઇઃ તમિલનાડુના કોયમ્બતુર સ્થિત કાપડની કંપની શિવા ટેક્સાયરન લિમિટેડે કોરોના વાઇરસ સહિત અન્ય વાઇરસને નિષ્ક્રિય કરવા માટે એન્ટી વાઇરલ ફેબ્રિક માસ્ક લૉન્ચ કર્યા છે. આ કાપડને વિકસીત કરવામાં HeiQ Viroblock NPJ03 ટેકનિકની મદદ લેવામાં આવી છે.
આ ભારતીય બજારમાં લૉન્ચ થનારા પહેલા એન્ટી વાઇરસ ફેબ્રિક માસ્ક છે. તેના માટે ટેકનીક ટેક્સટાઇલ નિર્માતા શિવા ટેક્સાયરને હેઇક્યૂ મટીરિયલ એજી અને જિનેટેક્સ કોર્પોરેશનની સાથે હાથ મેળવ્યો છે.
શિવા ટેક્સાયરના એમડી સુંદરરમને જણાવ્યું કે, ટૂંક સમયમાં જ એન્ટી વાઇરલ ફેબ્રિકથી બનેલા મારસ્ક અને પીપીઇ પણ માર્કેટમાં લાવવામાં આવશે. કંપની ભારતીય બજારમાં એન્ટી વાઇરલ ફેબ્રિકથી બનેલા માસ્ક આગામી સપ્તાહમાં લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
જોકે, ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ કરવો મુશ્કેલ થઇ રહ્યું છે. એન્ટી વાઇરલ કપડાની સાથે ઉપયોગ કરવામાં આવતા માસ્ક ઉપયોગ કરવામાં સુવિધાજનક હશે અને સુરક્ષાત્મક પણ હશે.
તેમણે કહ્યું કે, અમે તેને ઘરેલુ અને નિકાસ બજારો માટે લૉન્ચ કરીશું. નિકાસ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે, આ મૂળરુપે ફેબ્રિક માસ્ક છે, જેને ભારત સરકાર નિકાસ કરવાની અનુમતિ આપે છે.
સુંદરરમને કહ્યું કે, જ્યારે કોઇ વાઇરસ આ કપડાના સંપર્કમાં આવે છે, તો વાઇરસ 30 સેકન્ડથી બે મીનિટની અંદર નિષ્ક્રિય થઇ જશે.