ETV Bharat / bharat

કાનપુર પોલીસ પર થયોલા ફાયરિંગનો વીડિયો સામે આવ્યો...

author img

By

Published : Jul 16, 2020, 1:13 PM IST

કાનપુરમાં પોલીસ પર કરેલા હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કુખ્યાત વિકાસ દુબે અને તેના સાગરીતોએ અધિકારીને ગોળી મારી હતી. વીડિયોમાં એ સ્પષ્ટ પણ દેખાઇ રહ્યું છે કે દુબે અને તેના સાગરીતોએ પોલીસ પર કેટલી હદે નિર્દયતા દાખવી હશે.

કાનપુર પોલીસ હુમલો: પોલીસ પર કરેલા ફાયરિંગનો વીડિયો આવ્યો સામે

કાનપુર: કાનપુરના બિકરૂ ગામમાં નાયબ એસપી સહિત 8 પોલીસની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 2 જૂલાઇના રાત્રે થયેલી અથડામણમાં વિકાસ દુબે અને તેના સાગરીતોએ પોલીસ પર કેટલી હદે ફાયરિંગ કર્યુ હશે તે દેખાઇ રહ્યું છે. પકડવા ગયેલી પોલીસ પર વિકાસ દુબે અને તેના સાગરીતોએ ફાયરિંગ કર્યુ હતું. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, વિકાસ દુબે અને તેના સાગરીતોએ પોલીસ કર્મીઓ પર કેવી રીતે હુમલો કર્યો હશે.

પોલીસ પર કરેલા ફાયરિંગનો વીડિયો આવ્યો સામે

આ વીડિયો જે સામે આવ્યો છે તેમાં શિવરાજપુર પોલીસ સ્ટેશનના અધિકારીને ગોળી માર્યા બાદ પલંગ પર રાખી દીધેલી હાલતમાં દેખાઇ છે. વીડિયોમાં અધિકારીના કપાળ પર અને બંને પગમાં ગોળી લાગેલી દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ ઘટનાનો એક ઓડિયો સામે આવ્યો હતો. ઓડિયોમાં વિકાસ દુબે અને તેના સાગરીતોની હેવાનીયત સામે આવી હતી. 2 જુલાઇના રાત્રે થયેલી અથડામણમાં નાયબ એસપી સહિત 8 પોલીસ કર્મચારીઓની ફાયરિંગમાં હત્યા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.