ETV Bharat / bharat

યુપીના હાથરસ જિલ્લાના જટોઈમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીનું મોત

યુપીના હાથરસ જિલ્લાના જટોઈ ગામની 5 વર્ષની બાળકી પર તેમના માસીના છોકરાએ જ 14 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતુ. જેમાં બાળકીનું મોત થયું હતું. પરિવારજનો બાળકીના મૃતદેહને માર્ગ પર રાખી વિરોધ કર્યો હતો.

raped in aligarh
raped in aligarh
author img

By

Published : Oct 6, 2020, 12:02 PM IST

ઉત્તરપ્રદેશ :હાથરસ જિલ્લાની વધુ એક બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. યુપીના હાથરસ જિલ્લાની સાદાબાદ કોતાવાલી વિસ્તારના જટોઈ ગામની 5 વર્ષની બાળકી પર તેમના માસીના છોકરાએ જ 14 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.

પરિવારજનો બાળકીના મૃતદેહને માર્ગ પર રાખી વિરોધ કર્યો હતો. લોકોની માંગ છે કે, આરોપીને પકડી તેમજ એસએચઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. તેમની મોટી પુત્રીને પણ માસીના ઘરેથી મુક્ત કરવાની માંગ કરી છે.

હાથરસમાં રહેનારી બાળકીની માતાનું નિધન થયું છે. ત્યારબાદ બાદ તેમની 2 પુત્રીઓ અલીગઢ જિલ્લાના ઈગલાસ ક્ષેત્રમાં તેમની માસીના ઘરે રહેતી હતી. માસીના છોકરાએ તેમના પર દુષ્કર્મ આચર્યું હતુ.

અલીગઢ મેડિકલ કોલેજમાં ડોક્ટરોએ બાળકીને સારવાર અર્થે દિલ્હી ખસેડી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. ત્યારબાદ બાળકીના પિતા મૃતદેહને પોતના ગામમાં લઈ આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચ્યાં છે. પ્રદર્શન કરી રહેલા પરિવારને અધિકારીઓ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.