રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાના અધિકારીઓને જુદા જુદા ઓપરેશનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે 4 મેન્શન ઈન ડિસપૈચ પણ જાહેર કર્યું છે. જેમાંથી ઓપરેશન અનંતનાગ ટાઉનમાં 1 મરણોપરાંત સામેલ છે.
તદ્ઉપરાંત રાષ્ટ્રપતિ કોવિંદે ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ તથા તેમના ઉત્કૃષ્ટ શૌર્ય તથા વિશિષ્ટ સરાહનીય સેવા માટે 1 રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ, 5 તટરક્ષક મેડલ-શૌર્ય અને 2 તટરક્ષક મેડલની પણ જાહેરાત કરી છે. ભારતીય તટરક્ષક દળને 26 જાન્યુઆરી 1990થી આ પુરસ્કાર મળતા આવે છે.દર વર્ષે સ્વતંત્રતા દિવસ તથા ગણતંત્ર દિવસના અવસરે સન્માનિત કરવામાં આવે છે.