અમરાવતીઃ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે સુપ્રીમ જ્યુડિશિયલ અધિકારીઓ વિરુદ્ધ બનાવાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સને વાંધાજનક ગણાવી છે. કોર્ટે આ કેસમાં ગંભીર ટિપ્પણી કરતાં શાસક પક્ષ YSRCPના સાંસદ એન સુરેશ, પૂર્વ ધારાસભ્ય એ કૃષ્ણ મોહન સહિત 49ને નોટિસ ફટકારી છે.
આપને જણાવી દઈએ કે, સુરેશ બાપટલા બેઠક પરથી સાંસદ છે. એ. કૃષ્ણા મોહન ચિરાલા બેઠક પરથી YSRCP ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાઇકોર્ટે આ લોકોની ટિપ્પણીઓને ગંભીરતાથી લીધી હતી અને તેમને પણ લાગ્યું હતું કે ટિપ્પણીઓ અપમાનજનક છે. આ કેસની નોંધ લેતા કોર્ટે બંનેને નોટિસ ફટકારી છે.
હકીકતમાં આંધ્રપ્રદેશના વકીલે હાઈકોર્ટને એક પત્ર લખીને કહ્યું હતું કે કેટલાક નેતાઓની ટિપ્પણીઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ વાંધાજનક છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયાધીશો પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ પત્રની નોંધ લેતા આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે મંગળવારે એક નોટિસ ફટકારી છે.