આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના મંડસા વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયા છે. તમામ મૃતકો ભુવનેશ્વરના રહેવાસી છે.
આપને જણાવી દઈએ કે, આ અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે મંડસા મંડલ સ્થિત એક પુલ પરથી કાર પસાર થઈ રહી હતી અને તે નહેરમાં ખાબકી હતી. મૃતકોમાં બે મહિલા અને બે બાળકીઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ મૃતકો સિમ્હાદ્રી અપન્નાની યાત્રા પૂર્ણ કરીને ઓડિશાના બ્રહ્મપુત્ર જઈ રહ્યા હતા. તમામ મૃતકો ભુવનેશ્વરના રહેવાસી છે.