ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશઃ અંધવિશ્વાસે માસૂમનો જીવ લીધો, સંતાન પ્રાપ્તિની લાલચમાં દંપતિએ બાળકીની હત્યા કરાવી લીવર ખાધું - કાનપુર મર્ડર કેસ

કાનપુરના ઘાટમપુર થાણે વિસ્તારમાં 7 વર્ષીય બાળકીની હત્યાનો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે, તંત્ર-મંત્રના ચક્કરમાં નિસંતાન દંપતિએ બાળકીની હત્યા કરાવી હતી અને સંતાન પ્રાપ્તિ માટે લીવર ખાધું હતું. આ ઉપરાંત બાળકીની હત્યા કરનારા આરોપીઓએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

crime news
crime news
author img

By

Published : Nov 17, 2020, 7:38 AM IST

Updated : Nov 17, 2020, 11:44 AM IST

  • ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • સંતાન પ્રાપ્તિની લાલચમાં માસૂમ બાળકીનો જીવ લીધો
  • અંધવિશ્વાસે નિસંતાન દંપતિને ભાન ભૂલાવી
  • 1500 રૂપિયા આપી 7 વર્ષીય બાળકીની હત્યા કરાવી

કાનપુર (ઉત્તર પ્રદેશ): ઘાટમપુર થાણે વિસ્તારમાં ભદરસ ગામમાં દિવાળીની રાત્રે હચમાચવી દેનારી ઘટના સામે આવી હતી. આ ઘટના પોલીસે ખુલાસો કર્યો કે, આરોપીઓએ હેવાનિયતની બધી જ હદો પાર કરી હતી. દારૂના નશામાં 7 વર્ષીય માસૂમ બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું અને બાળકીનું ગળું કાપીને હત્યા પણ કરી હતી. એટલું જ નહીં હત્યા બાદ માસૂમ બાળકીના શરીરમાંથી અંગ પણ કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી યુવકોએ કાકાને બાળકીનું લિવર આપ્યું હતું અને નિસંતાન દંપતિએ લીવર ખાધું હતું. આ ઘટના અંગે સીએમએ સખ્ત કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.

21 વર્ષથી સંતાન પ્રાપ્તિની ઇચ્છા માટે આ ઘટનાને અંજામ

15 નવેમ્બરે 7 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ કાલી મંદિરની પાસે વિખરાયેલી અવસ્થામાં મળ્યો હતો. પોલીસે ગામના કેટલાંક લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, ગામના એક દંપતિએ સંતાન પ્રાપ્તિની લાલચમાં તંત્ર-મંત્ર માટે તેમનો ભત્રીજો અને અન્ય એક યુવકને દોઢ હજાર રૂપિયા આપીને કોઇપણ બાળકીનું લીવર અને હ્રદય લાવવાનું કહ્યું હતું.

પાડોશીએ માસૂમ બાળકીને શિકાર બનાવી

એસપી ગ્રામીણ બ્રિજેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દિવાળીની સાંજે પાડોશમાં રહેનારો અંકુલ ફટાકડાના બહાને બાળકીને ઘરની બહાર લઇ ગયો હતો. ત્યારબાદ જંગલમાં જઇ દુષ્કર્મ આચર્યું અને હત્યા કરી તેનું પેટ ફાડી નાખ્યું હતું. આ ઉપરાંત શરીરના બધા અંગ લઇને દંપતિને આપ્યા હતા. જે બાદમાં નિસંતાન દંપતિએ માસૂમ બાળકીનું લીવર ખાઇને વધારાના અંગ ઠેકાણે પાડ્યા હતા.

crime news
આ મંદિર પાસેથી બાળકીનો મૃતદેબહ મળ્યો હતો

તપાસમાં થયો ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકીની હત્યા નિસંતાન દંપતિએ કરાવી હતી. તેમણે એક પુસ્તકમાં બાળકીનું લિવર અને હ્રદય ખાવાથી સંતાન પ્રાપ્તિનો નુસખો વાંચ્યો હતો. બાળકીની હત્યા માટે તેમનો ભત્રીજો અને અન્ય યુવકને 1500 રૂપિયા આપીને આ ઘટનાને અંજામ આપવા માટે તૈયાર કર્યા હતા. દારૂના નશામાં ધૂત બંન્નેએ હત્યા પહેલા બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હત્યા કરી ચાકૂથી શરીરના અંગ કાઢી લીધા હતા.

crime news
પોલીસે હાથ તપાસ હાથ ધરી

પોલીસે ચારેય આરોપીઓની કરી ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ માસૂમ બાળકીનું લીવર અને હ્રદય તેમના કાકાને જઇને આપ્યું હતું. અંધવિશ્વાસું કાકાએ તેમની પત્ની સાથે મળીને બાળકીનું લીવર ખાધું હતું અને બાકીના અંગો કુતરાને ફેંકી દીધા હતા. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું ચાકૂ કબ્જે કર્યું છે અને બંન્ને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ ઘટનામાં સામેલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસની પ્રતિક્રિયા
  • શું હતી સમગ્ર ઘટના..?

દિવાળીની સાંજે ગુમ થઇ હતી બાળકી

ભદરસ ગામમાં દિવાળીની સાંજે 7 વર્ષીય માસૂમ કોઇ કામ માટે નજીકની દુકાને ગઇ હતી. ઘણો સમય થયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી, તેથી પરિજનોએ શોધખોળ આદરી હતી. બાળકીને મોડી રાત સુધી પરિવારજનો શોધતા રહ્યા પણ તે મળી નહોતી.

કાલી મંદિર નજીકથી વિખરાયેલી હાલતમાં મળ્યો માસૂમનો મૃતદેહ

દિવાળીના બીજા દિવસે ખેતરમાં કામ કરવા જઇ રહેલા લોકોની નજર કાલી મંદિર પાસે લોહી અને ચપ્પલ પર પડી હતી. ગામ લોકોએ ત્યાં જઇને જોયું તો તેઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. મંદિરની પાસે વિખરાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેના શરીરમાંથી અમૂક અંગો કાઢી લેવામાં આવ્યા હતા.

બાળકીના શરીરમાંથી અંગો ગાયબ

ગામ લોકોનો આરોપ છે કે, બાળકીના શરીરમાંથી મોટા ભાગના અંગો ગાયબ છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે, આ હત્યા તંત્ર-મંત્રના કારણોસર કરાઇ છે. હાલ પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. બાળકીનો મૃતદેહ જોઇને ગામ લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.

પોલીસે જણાવ્યું કે, મૃત બાળકીના પડોશમાં રહેતા દંપતિના લગ્ન 1999માં થયા હતા. ત્યારબાદ તેમને કોઇ પણ સંતાન નહોતું. જેના કારણે કોઇ તાંત્રિક ચક્કરમાં આવીને તેમણે બાળકીની હત્યા કરાવવાનું નક્કી કર્યું હતું અને તંત્ર-મંત્રની માયાજાળમાં આવીને બાળકીના શરીરમાંથી અંગો કાઢીને ખાધા હતા.

Last Updated : Nov 17, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.