અમૃતસર: કસ્ટમ વિભાગે દુબઈ અને શારજાહથી આવેલા યાત્રિકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કસ્ટમ વિભાગે 5 કરોડનું સોનું જપ્ત કર્યું છે. દિલ્હી કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ચેકિંગ દરમિયાન તે યાત્રિકો ગ્રીન ચેનલ ક્રોસ કરવાની તૈયારીમાં હતા ત્યારે કસ્ટમ વિભાગની જાણ થતાં તેમને અટકાવી તેમની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિન કસ્ટમ અધિકારીઓએ લગભગ 10.22 કિલો સોનુ તેમની પાસેથી મળ્યું હતું જેની કિંમત 5 કરોડ બતાવવામાં આવી રહી છે. પૂછપરછ કરતા 6 યાત્રિકો પાસે ન કોઈ ડોક્યુમેન્ટ હતા અને ન કોઈ જવાબ હતો.
ત્યારબાદ અધિકારીઓએ પકડાયેલા સોનાને કસ્ટમ એક્ટ સેકસન 110 મુજબ સોનાને જપ્ત કર્યું હતું અને તે 6 યાત્રિકોને કસ્ટમ એક્ટના સેકસન 104 મુજબ ધરપકડ કરી પૂછપરછ કરી હતી.