પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અમિત શાહ અને મહારાષ્ટ્ર ભાજપની કોર કમિટી સાથે બેઠક યોજવાના છે. તો વળી બીજી બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધનનું કોકડું પણ આજે ઊકેલાય તેવી સંભાવના છે. અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે આજે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરંસ યોજી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 288 સીટ અને હરિયાણામાં 90 સીટ પર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ થવાની છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થશે.