પટનાઃ બિહારમાં રવિવારે સાંજે 4 કલાકે ગૃહ પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ રેલીનું સંબોધન કર્યું હતું. આ રેલીનું નામ બિહાર જનસંવાદ રેલી નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં 12 લાખ લોકો જોડાયા હતા. કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડિજીટલ રીતે પોતાના કાર્યકર્તા તેમજ લોકો સાથે જન સંવાદ કરે છે.
બિહાર રાજ્યના દરેક જિલ્લાને આ રેલીમાં જોડવામાં આવ્યા છે. આ રેલી માટે મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ આ રેલીમાં ભાગ લેશે. જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી તેમના માટે પોલિંગ બુથો પર 72,000 LED સ્ક્રિન લગાવવામાં આવી છે. આ સાથે કોરોનાથી બચવા માટે ભાજર કાર્યકર્તા અને અમિત શાહને સાંભળવા આવેલા લોકોને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવશે.
અમિત શાહે આ સંબોધન દરમિયાન કોરોનાની મહામારી દરમિયાન મૃતકોને આપી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમને કોરોના દર્દીઓને જલદી સાજા થઈને આત્મનિર્ભર ભારતના સહભાગી બનવા માટે શુભકામના આપી હતી. તેમને કોરોના વોરિયરને પણ સલામ કર્યો હતા. અમિત શાહે 2014 અને 2019ની ચૂંટણીમાં બહુમતિથી વિજયી બનાવવા માટે બિહારની જનતાનો આભાર હતો.
ગૃહ પ્રધાને જણાવ્યું કે, મહાન મગધ સામ્રાજ્ય બુદ્ધ અને મહાવીરની ભૂમિ છે. આઝાદીની લડાઇમાં બાબુ જગ જીવનરામ અને જયપ્રકાશ નારાયણનો આઝાદીની લડાઈમાં મહત્વનો ફાળો છે. બિહારે દેશના વિકાસમાં હંમેશાથી મહત્વનો ફાળો આપ્યો છે.
આ સાથે અમિત શાહે કોંગ્રેસનો થાળી વગાડીને વિરોધ કરવા પર કર્યો કટાક્ષ કર્યો હતો. તેમને કહ્યું કે, વહેલા મોડા કોંગ્રેસે નરેન્દ્ર મોદીની વાત માની ખરી. આ રેલી બિહાર ચૂંટણી માટે નથી. આ રેલી કોરોના વાઇરસ વચ્ચે જનસંપર્કનું માધ્યમ છે. આત્મનિર્ભર ભારતમાં જોડાવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમુક વક્રદ્રષ્ટા લોકોને તમે નઝર અંદાજ કરો.
અમિત શાહે 75 વર્ચયુલ રેલી માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને અભિનંદન આપ્યા હતા. પુર્ણ બહુમતથી ઝોલી ભરીને મત આપવા બદલ આભાર માન્યો હતો. કોગ્રેસ પર આક્ષેપ લાગાવતા જણાવ્યું કે, પુર્વ ભારત સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. 6 વર્ષમાં મોદી સરકારે પુર્વાંચલનો વિકાસ કર્યો છે.
મોદી સરકારના કામ અંગે વાત કરતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, ગરીબી હટાવોનો નારો ઈન્દિરા ગાંધીએ આપ્યો હતો, પણ તેને સાકાર કરવાનું કામ મોદી સરકાર કરી રહી છે. આયુષ્યમાન ભારત અંતર્ગત કરોડો ગરીબોને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત 1 કરોડ લોકોએ પોતાનું ઓપરેશન મફત કરાવ્યું છે. 8 કરોડ ગેસ કનેકશન આપીને મહિલાઓની મુશ્કેલી દુર કરી છે. 2.5 કરોડ લોકોને સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળી પુરી પાડી છે. 10 કરોડ શૌચાલયો બનાવી મહિલાને આત્મ સમ્માન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2.5 કરોડ લોકોને ઘર આપ્યા છે.