નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેની મતગણતરી 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે, ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાજધાનીમાં એક રોડ શો અને બે જાહેર સભાઓ યોજશે.
દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમ ખાતે 'જીત કી ગુંજ' કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહપ્રધાને કહ્યું હતું કે, "ભાજપને નવું દિલ્હી બનાવવું છે જ્યાં શાહિન બાગ જેવું કશું બને જ નહી"
નાગરિકતા બીલનો વિરોધ કરનારાઓ પર અમિત શાહે નિશાન સાધતા કહ્યું, "અમે CAA લાગુ કર્યા પછી આ લોકોએ (વિપક્ષોએ) રમખાણો ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેમને તોફાનીઓ સાથે ઉભા રહેવામાં કોઈ શરમ નથી. મનીષ સિસોદિયાએ શાહીન બાગમાં લોકોને સમર્થન આપવાનું વચન આપ્યું છે. ફક્ત વડા પ્રધાન મોદી રાષ્ટ્ર વિરોધી દળોને નિયંત્રિત કરી શકે છે."