ગૃહપ્રધાન અમિત શાહ જમ્મું-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના કૌટુંબિજનોને મળ્યા. શાહે શહીદ એસએચઓના પરિજનો સાથે શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે.
અરશદ ખાન 12 જૂને અનંતનાગમાં થયેલા આંતકી હુમલામાં શહીદ થયા હતા.
12 જૂનની સાંજે મોટરસાઈકલ લઈને કેટલાક આંતકીઓ સીઆરપીએફના દળ ઉપર હુમલો કરી દીધો હતો. એ હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થયા હતા.
ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહનો આ પહેલો જમ્મું-કાશ્મીર પ્રવાસ છે. તેમણે અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવાના આદેશ પણ કર્યા હતા.