ઉલ્લેખનીય છે કે, NSA હાલમાં થોડા દિવસ તો ઘાટીમાં હતા, જ્યાં તેમણે જે પ્રકારીની હાલત જોઈ છે, તે અંગેનો હેવાલ દિલ્હીમાં રજૂ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત અજીત ડોભાલ તથા મોટા અધિકારીઓ સામેલ હતા.
અહીં મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ત્યાંની પરિસ્થિતી હાલ નાજૂક છે. જ્યાં સરકારે ઘાટીમાં ફોન અને ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરાવી દીધી હતી. જો કે, બે દિવસ પહેલા જ ત્યાં ઈન્ટરનેટ સેવા અને સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે.