આ જનસભાઓ કૈથલ, લોહારૂ અને મહમમાં હશે. બુધવારે અમિત શાહ પ્રદેશમાં ત્રણ સભાઓને સંબોધન કરશે. અમીત શાહની ત્રણ સભાઓમાં 12.30 કલાકે કૈથલમાં શરૂ થઇને મહમમાં 4 કલાક સુધી ચાલશે. ત્યાર બાદ ભાજપા અધ્યક્ષ 14 ઓક્ટોબરના રોજ ફરી હરિયાણા આવશે, ત્યારે રતિયા, ટોહાના અને નરવાના વિધાનસભામાં સંયુક્ત રેલી હશે.
ત્યાર બાદ 1 કલાકથી પંચકૂલામાં કાલાકા અને અને પંચકૂલા વિધાનસભાની સંયુક્ત રેલી થશે, ત્યાર બાદ 2.30 કલાકે તે કરનાલ પહોંચશે. જ્યાં તેઓ કરનાલ, ઇંન્દ્રી, અસંધ અને નીલોખેડી વિધાનસભાઓને કવર કરતા રેલીઓ કરશે.
આ વખતે ભાજપ 75થી વધારે બેઠક જીતવાનો લક્ષ્ય લઇને ચાલી રહી છે. જેેેને લઇને 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. તેમાં ઓછામાં ઓછા 18 કેંન્દ્રીય પ્રધાન સામેલ છે. જ્યારે ભાજપા શાસિત પ્રદેશોમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમો પણ સામેલ છે.
અધ્યક્ષ અમિત શાહ કૈશલમાં 12.30 કલાકે પ્રથમ સભાને સંબોધન કરશે, લોહારૂમાં 2 કલાકે બીજી જનસભાને સંબોધન કરશે અને ત્યાર બાદ મહમમાં 3.20 કલાકે ત્રીજી જનસભાને સંબોધન કરશે.