રાજ્યની સ્થિતિ તણાવ ભરી છે, પરંતુ હાલમાં નિયંત્રણમાં છે. કાશમીરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે. સૂત્રોએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગ અને જમ્મુ કાશ્મીરના મામલામાં ડિવીઝન દ્વારા નવા ગૃહપ્રધાન સમક્ષ રજૂ કરવા માટે પહેલાથી વિશેષ નોંધ તૈયાર રાખવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર ડિવીઝન આતંકવાદ સામે લડત, શસ્ત્ર બળ (વિશેષ શક્તિ) અધિનિયમ અને સંરક્ષણ અને વિદેશ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો વચ્ચે સમન્વય કરવાની જવાબદારીઓ છે.
મલીકે અમીત શાહ સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી. બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, "ગૃહપ્રધાન સાથે ઘાટીમાં પોલીસ વ્યવસ્થા સીમા વિસ્તારોમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર મારી ટૂંકી ચર્ચા થઈ છે."